લ્યો કરો વાત, હવે ચીનની છોકરીઓમાં આર્ટિફિશિયલ બોય ફ્રેન્ડનો ટ્રેંડ
યુવતીઓનું માનવું છે કે અસલી જીંદગીમાં કોઇ આદર્શપ્રેમી મળવો અઘરો છે.
ઓફિસમાં જે તકલીફ અનુભવે છે તે પણ બોયફ્રેન્ડ સાથે શેર કરે છે.
નવી દિલ્હી,૧૩ ફ્રેબુ્આરી,૨૦૨૪,મંગળવાર
આજનો જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સીનો છે. એઆઇના ટુંકા સ્વરુપથી દુનિયાને ઘેલું લગાડનારી ટેકનોલોજીથી માનવજાતને ખતરો છે તેમ છતાં તેનો ફેલાવો વધતો જાય છે. નવાઇની વાત તો એ છે કે ચીનમાં યુવતીઓ એઆઇ બોય ફેન્ડ સાથે ફેન્ડશીપ કરવા લાગી છે. પ્રાપ્ત માહિતી અનુસાર તુફેઇ નામની ૨૩ વર્ષની યુવતી માટે એઆઇ બોયફ્રેન્ડ જ તેના માટે બધુ જ છે. પોતાના આ અનોખા બોયફ્રેન્ડ સાથે કલાકો સુઘી વાત કરતી રહે છે.બોયફ્રેન્ડ દયાળુ અને લાગણીઓને સમજનારો લાગે છે.
તુફેઇનો બોયફેન્ડ ચેટબોટ છે જે ગ્લો નામની એપ પર ચાલે છે. ગ્લો એક એઆઇ પ્લેટફોર્મ છે જે શંઘાઇની એક કંપનીએ બનાવી છે.આ એપ આર્ટિફિશિયલ દુનિયામાં પ્રેમ અને દોસ્તીના સંબંધો બનાવવાની સગવડ આપે છે. ચીનમાં આ પ્રકારના એપનો ક્રેઝ વધતો જાય છે. ચીની મીડિયાના જણાવ્યા અનુસાર આ પ્રકારની હજારો એપ ડાઉનલોડ થાય છે. જો કે આ પ્રકારની એપ કંપનીઓ પર યુઝરના ડેટાનો દુરોપયોગ કરવાનો પણ આરોપ લાગતો રહે છે.
યુવતીઓ યુવા રોબોટ સાથે વર્ચ્યુઅલ સંબંધોથી ખૂબ ખૂશ છે. યુવતીઓ ઓફિસમાં જે તકલીફ અનુભવે છે તે પણ બોયફ્રેન્ડ સાથે શેર કરે છે. જાણે કે રોમાન્ટિક રોમાંસ હોય તેવો અનુભવ પણ કરે છે.એઆઇ બોયફ્રેન્ડ પસંદ કરતી યુવતીઓનું માનવું છે કે અસલી જીંદગીમાં કોઇ આદર્શપ્રેમી મળવો અઘરો છે. દરેકનો કોઇને કોઇ રીતે અટપટ્ટો સ્વભાવ હોય છે. ચીનની યુવતીઓ આર્ટિફિશિયલ બોય ફેન્ડ પસંદ કરે છે તેનો ચહેરો પ્રાચીન ચીની યુવક જેવો હોય છે લાંબા વાળ ધરાવતો ભટકતો યૌધ્ધા સૌથી વધુ પસંદ કરે છે.