આ છે દુનિયાનું સૌથી અનોખું રણ, અહીં રેતીથી વધુ પાણી છે, ચોંકાવી દેશે આ ચમત્કારની હકીકત

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
lencois maranhenses


Brazil Lencois Maranhenses National Park: રણનું નામ પડતાં જ વારંવાર એક જ ચિત્ર મનમાં આવે છે. દૂર દૂર સુધી ફેલાયેલા રેતના ડુંગર, આકરો તડકો અને તીવ્ર ગરમી એ રણની વિશેષતા છે. રણમાં ક્યાંય પાણી નથી હોતું, આ વાક્ય આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. પરંતુ શું તમે ક્યારેય એવું રણ જોયું છે જ્યાં રેતી કરતાં પણ વધુ પાણી હોય? આ રણની સુંદરતા રમણીય છે. અમે વાત કરી રહ્યા છીએ બ્રાઝિલના લેન્સોઈસ મારાન્હેસીસ નેશનલ પાર્કની.

વરસાદી રણ

બ્રાઝિલના ઉત્તર-પૂર્વમાં સ્થિત મારાન્હેસીસ રાજ્યમાં આ રમણીય નેશનલ પાર્ક આવેલું છે. આ પાર્ક તદ્દન રણ જેવુ જ દેખાય છે, પરંતુ વાસ્તવમાં આ રણમાં પાણી પણ જોવા મળે છે. સામાન્ય રીતે રણમાં 250mmથી ઓછો વરસાદ થાય છે, પરંતુ લેન્સોઈસ મારાન્હેસીસ નેશનલ પાર્કમાં દરવર્ષે 1200 mmથી વધુ વરસાદ થાય છે. જાન્યુઆરીથી મે સુધી 700 mm વરસાદ થાય છે. જેથી આ સ્થળને સંપૂર્ણપણે રણ કહી શકાય નહીં.

તળાવની ઊંડાઈ

લેન્સોઈસ મારાન્હેસીસ નેશનલ પાર્કમાં હાજર સફેદ રેતીના ઊંચા ટેકરાઓ લોકોને રણની યાદ અપાવે છે. રણમાં દૂર-દૂર સુધી પાણી જોઈ શકાતુ નથી, પરંતુ લેન્સોઈસ મારાન્હેસીસ નેશનલ પાર્કમાં આ રેતીના ટેકરાઓ વચ્ચે પાણીના તળાવો જોઈ શકાય છે. આ તળાવોમાં એકદમ સ્વચ્છ અને તાજું પાણી છે. આ તળાવો 3 મીટર સુધી ઊંડા છે. ઉપરાંત, વરસાદની મોસમમાં તેમની ઊંડાઈ વધે છે.

આ પણ વાંચોઃ  ઓલિમ્પિકની ઓપનિંગની સેરિમનીમાં ઇશુના વરવા ચિત્રણથી વિશ્વમાં વિવાદ

શા માટે પાણી એકઠું થાય છે?

રેતીમાં પાણી રેડવાથી પાણી સુકાઈ જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. પરંતુ લેન્સોઈસ મારાન્હેસીસ નેશનલ પાર્કમાં આવું થતુ નથી. રિપોર્ટ્સ અનુસાર, આ સ્થળે રેતીઓના ટેકરાઓની નીચે એક મજબૂત ખડક છે. જેના કારણે રેતીમાંથી પાણી સરકીને નીચે જમા થાય છે અને ખડક હોવાને કારણે પાણી બહાર આવવાને બદલે રેતીના ટેકરાની વચ્ચે જમા થઈ જાય છે.

ફિલ્મોના શૂટિંગ માટે પ્રથમ પસંદગી

લેન્સોઈસ મારાન્હેસીસ નેશનલ પાર્કને ઘણી પ્રખ્યાત ફિલ્મોમાં પણ દર્શાવવામાં આવ્યું છે. આ જગ્યાએ એવેન્જર્સઃ ધ ઈન્ફિનિટી વોર અને એવેન્જર્સઃ ધ એન્ડગેમ, માર્વેલ અને ડિઝની ફિલ્મોમાં Llanções Marañones National Parkના ઘણા દ્રશ્યો દર્શાવવામાં આવ્યા છે. 


Google NewsGoogle News