પેજર હેક કે પછી ડિવાઈસ બનાવતી કંપની સાથે ઈઝરાયલની ડીલ... લેબેનોનમાં સીરિયલ બ્લાસ્ટ મુદ્દે ઉઠ્યા સવાલ

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
પેજર હેક કે પછી ડિવાઈસ બનાવતી કંપની સાથે ઈઝરાયલની ડીલ... લેબેનોનમાં સીરિયલ બ્લાસ્ટ મુદ્દે ઉઠ્યા સવાલ 1 - image


Lebanon Pagers Blast : લેબેનોમાં એક પછી એક પેજર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 10 લોકોના મોત અને 2000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હિઝબુલ્લાએ બ્લાસ્ટ મામલે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. કેટલાક રિપોર્ટમાં ડિવાઈશ હેક કર્યું હોવાના અને ઈઝરાયલની ગુપ્તચર એજન્સી મોસાદ અને ડિવાઈસ બનાવતી કંપની વચ્ચે સાંઠગાંઠ હોવાના પણ દાવો કરવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં જ ખરીદાયા હતા પેજરો

લેબેનોનના ઈતિહાસમાં પ્રથમવાર બનેલી આવી ઘટના અંગે એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. એવું કહેવાય છે કે, જે પેજરોમાં વિસ્ફોટ થયા છે, તે તાજેતરમાં જ ખરીદવામાં આવ્યા હતા. વાસ્તવમાં હિઝબુલ્લાના સભ્યો ઈઝરાયલ સર્વેલન્સથી બચવા માટે પેજર્સ જેવા કોમ્યુનિકેશન સિસ્ટમનો ઉપયોગ કરે છે. આ સિસ્ટમના કારણે જ તેઓ ઈઝરાયલની પકડમાંથી છટકી શકે છે.

આ પણ વાંચો : બર્થ-ડેના દિવસે જ ભારતીય વિદ્યાર્થીનું કેનેડામાં મોત, સામે આવ્યો ચોંકાવનારો VIDEO

હિઝબુલ્લાએ પેજર્સનો ઉપયોગ પર પ્રતિબંધ લાદ્યો

અનેક પેજરમાં બ્લાસ્ટ થયા બાદ હિઝબુલ્લા ભડકે બડ્યું છે અને તેણે ઈઝરાયલને જવાબદાર ઠેરવી ષડયંત્ર રચવાનો આક્ષેપ કર્યો છે. સ્થાનિક આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ વિસ્ફોટમાં આઠ લોકોના મોત થયા છે. પેજર બ્લાસ્ટની ઘટના લેબેનોનના ઈતિહાસની સૌથી મોટી અને ગુપ્તચર સુરક્ષાની મોટી બેદરકારી હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટના બાદ હિઝબુલ્લાએ તેના સભ્યોને પેજરનો ઉપયોગ ન કરવાની સલાહ આપી, તેને તુરંત ફેંકી દેવા કહ્યું છે.

પેજર બ્લાસ્ટ બાદ ઉઠ્યા અનેક સવાલ

સીરિયલ બ્લાસ્ટ મામલે ઘણા દાવાઓ કવામાં આવી રહ્યા છે, જોકે હજુ સુધી આ અંગે કોઈપણ ચોક્કસ બાબતો સામે આવી નથી. ઈઝરાયલે હિઝબુલ્લાના આક્ષેપોને રદીયો આપ્યો છે, જ્યારે હિઝબુલ્લા પણ દાવાના કોઈ પુરાવા સામે લાવ્યું નથી. વિસ્ફોટો સોશિયલ મીડિયામાં પણ સવાલો ઉઠ્યા છે કે, ‘શું સાઈબર એટેકથી પેજરમાં વિસ્ફોટ થઈ શકે છે? શું પેજરનું રિમોટ વિસ્ફોટ સંભવ છે? શું મૌસાદે ડિવાઈસ બનાવતી કંપની સાથે કોઈ ડીલ કરી હતી?

આ પણ વાંચો : લેબેનોનમાં સીરિયલ બ્લાસ્ટ, 10 મોત, 2800થી વધુને ઈજા; હિઝબુલ્લાનો ઈઝરાયલ પર આક્ષેપ


Google NewsGoogle News