પેજર સીરિયલ બ્લાસ્ટ પર ભડક્યું હિઝબુલ્લા, ઈઝરાયલ વિરુદ્ધ મિલિટ્રી કાર્યવાહી કરવાની તૈયારીમાં

Updated: Sep 17th, 2024


Google NewsGoogle News
Labenon



Lebanon Pagers Blast: લેબેનોનની રાજધાની બેરૂત, દમાસ્કસ સહિત અનેક શહેરોમાં એક કલાકની અંદર એક પછી એક અનેક પેજરમાં વિસ્ફોટો થયાની ઘટના સામે આવી છે. આ વિસ્ફોટોમાં 2800થી વધુ લોકો ઈજાગ્રસ્ત અને 10 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ હિઝબુલ્લાહ ઇઝરાયલ પર ભડકી ઉઠ્યું છે. હિઝબુલ્લાહે આ ઘટના પાછળ ઈઝરાયેલનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે. લેબેનોનની ન્યૂઝ એજન્સી અનુસાર, હિઝબુલ્લાહ હવે ઈઝરાયેલ સામે મોટી સૈન્ય કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

હિઝબુલ્લાહ બદલો લેવાની તૈયારીમાં

મીડિયા અહેવાલ અનુસાર, આ ઘટના બાદ હિઝબુલ્લાહના લડાકુઓ હવે બદલો લેવા માટે તૈયાર થઈ રહ્યા છે. આ વિસ્ફોટના પાછળ હિઝ્બુલ્લાહે ઇઝરાયલ પર આરોપ મૂક્યો છે, પણ ઇઝરાયલ તરફથી આ મુદ્દે હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. મીડિયા અહેવાલ મુજબ, લેબેનોનમાં પેજર્સ બ્લાસ્ટ અંગે જ્યારે ઇઝરાયલી ડિફેન્સ ફોર્સના ઉચ્ચ અધિકારી સમક્ષ પ્રશ્ન પૂછવામાં આવ્યા, ત્યારે તેમણે કંઇ પણ જવાબ આપવાનું ટાળ્યું હતું. આવી સ્થિતિમાં, જ્યારે બંને દેશો વચ્ચેના સંજોગો પહેલેથી જ ખરાબ છે, તો આ વિસ્ફોટ પછી સ્થિતિ વધુ બગડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ VIDEO: લેબેનોનમાં સીરિયલ બ્લાસ્ટ, 10 મોત, 2800થી વધુને ઈજા; હિઝબુલ્લાહનો ઈઝરાયલ પર આક્ષેપ

પેજર વિસ્ફોટમાં મૃત્યુઆંક વધવાની સંભાવના

લેબેનોનમાં અનેક સ્થળોએ પેજર સીરિયલ વિસ્ફોટ થયા બાદ 2800થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે 10 લોકોના મોત થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે, ત્યારે હજુ પણ મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મળતા અહેવાલો મુજબ હજુ ઈજાગ્રસ્ત થયેલા ઘણા લોકોના સ્થિતિ ગંભીર છે. માર્કેટમાં ઘણા પેજર્સમાં વિસ્ફોટ થયા છે, જેના કારણે અનેક લોકોને ઈજા થઈ છે.

આ પણ વાંચોઃ પેજર હેક કે પછી ડિવાઈસ બનાવતી કંપની સાથે ઈઝરાયેલની ડીલ... લેબનોનમાં સીરિયલ બ્લાસ્ટ મુદ્દે ઉઠ્યા સવાલ

પેજર શું હોય છે?

પેજર એક વાયરલેસ ડિવાઈસ હોય છે, જેનો ઉપયોગ મેસેજ મોકલવા માટે મેસેજ મેળવવા માટે થાય છે. પેજરમાં લિમિટેડ કિપેડ હોય છે અને તેની સ્ક્રીન પણ નાની હોય છે, જે લઈ જવામાં અને ઉપયોગમાં કરવામાં ઘણી સરળ રહે છે. તેનો ઉપયોગ મેસેજ મોકલવા, એલર્ટ્સ તેમજ કૉલ્સને તુરંત મેળવવા માટે થાય છે. હિઝબુલ્લાના લોકો મેસેજ માટે પેજરનો જ ઉપયોગ કરતા હતા.


Google NewsGoogle News