કોઈના ખિસ્સા તો કોઈના હાથમાં..કલાક સુધી થયાં બ્લાસ્ટ, લેબેનોનમાં 11 મોત, 4000થી વધુને ઈજા

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
કોઈના ખિસ્સા તો કોઈના હાથમાં..કલાક સુધી થયાં બ્લાસ્ટ, લેબેનોનમાં 11 મોત, 4000થી વધુને ઈજા 1 - image


Lebanon Pager Explosion Updates: પેજર્સમાં સિરિયલ બ્લાસ્ટના કારણે લેબનોન અને સીરિયાની સરહદે આવેલા કેટલાક વિસ્તારોમાં અરાજકતા ફેલાઈ ગઇ છે. આ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે જ્યારે 4000થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. ઘાયલોમાં લેબનોનમાં ઈરાનના રાજદૂતનો પણ સમાવેશ થાય છે. 

હિઝબુલ્લાહનો મોટો દાવો... 

એવી ચર્ચા છે કે પેજર્સને હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. આ પેજર્સનો ઉપયોગ હિઝબુલ્લાહના લડાકૂઓ દ્વારા કરવામાં આવી રહ્યું હતું. આ હેકિંગ પાછળ ઈઝરાયેલનો હાથ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. હિઝબુલ્લાહનું કહેવું છે કે તે આ હુમલા માટે ઈઝરાયેલ જ જવાબદાર છે. જોકે, ઈઝરાયેલે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ વિસ્ફોટો સ્થાનિક સમય અનુસાર મંગળવારે બપોરે લગભગ 3.30 કલાકે થયા હતા.

શું મોસાદે પેજર્સ હેક કર્યા?

ઘણા અહેવાલો અનુસાર ઇઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદે લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહને નિશાન બનાવતી વખતે આ પેજર્સ સાથે છેડછાડ કરી હતી. આ પેજર સાથે છેડછાડ કરીને પાંચ મહિના પહેલા જ તેમાં વિસ્ફોટક ફીટ કરવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે. 

એક કલાક સુધી પેજર બ્લાસ્ટ થતા રહ્યા 

મંગળવારે અચાનક લેબનોનમાં ઘરો, શેરીઓ અને બજારોમાં લોકોના ખિસ્સામાં વિસ્ફોટ થવાનું શરૂ થયું હતું. લગભગ એક કલાક સુધી લેબનોનથી સીરિયા સુધી વિસ્ફોટો થયા હતા. લેબનોનનું કહેવું છે કે ઈઝરાયેલે હિઝબુલ્લાહને નિશાન બનાવી સીરીયલ પેજર બ્લાસ્ટ કર્યા હતા. આ હુમલાને હિઝબુલ્લાહની કોમ્યુનિકેશન સિસ્ટમ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવવામાં આવી રહ્યો છે.

પેજર બ્લાસ્ટથી લેબનોનમાં સનસનાટી મચી 

લેબનોનમાં મંગળવારે ત્યારે સનસનાટી મચી ગઈ જ્યારે એક પછી એક જોરદાર પેજર બ્લાસ્ટ થવા લાગ્યા. પેજર કોઈના ખિસ્સામાં તો કોઈના હાથમાં ફાટ્યાં. આ ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોતના અહેવાલ છે.

કોઈના ખિસ્સા તો કોઈના હાથમાં..કલાક સુધી થયાં બ્લાસ્ટ, લેબેનોનમાં 11 મોત, 4000થી વધુને ઈજા 2 - image


Google NewsGoogle News