Get The App

પેજરની જેમ મોબાઈલને પણ હેક કરી બ્લાસ્ટ થઈ શકે? જવાબ જાણી તમે પણ હચમચી જશો!

Updated: Sep 18th, 2024


Google NewsGoogle News
પેજરની જેમ મોબાઈલને પણ હેક કરી બ્લાસ્ટ થઈ શકે? જવાબ જાણી તમે પણ હચમચી જશો! 1 - image


Lebanon Pager Blast: લેબનોન અને સીરિયાના ગઈ કાલે કેટલાક વિસ્તારોમાં પેજરમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટમાં અનેક લોકોના મોત થયા છે અને 3000થી વધુ લોકો ઘાયલ થયા છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે પેજર્સને હેક કરીને બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. હવે સવાલ એ થાય છે કે, પેજર શું છે અને પેજરની જેમ મોબાઈલને હેક કરી શકાય?

પેજર શું હોય છે?

પેજર એક એવું ડિવાઈસ છે જેનો ઉપયોગ મેસેજ મોકવામાં અને રિસીવ કરવા માટે કરવામાં આવે છે. તે પોતાના સમયમાં ખૂબ જ લોકપ્રિય હતું. ભારત સહીત વિશ્વભરમાં પહેલા તે ખૂબ પોપ્યુલર હતું. ખાસ કરીને ડોક્ટર, બિઝનેસમેન અને ઈમરજન્સી સેવાઓના પ્રોફેશન્લસ તેનો ઉપયોગ કરતા હતા.

પેજર ડિવાઈસ, રેડિયો સિગ્નલ દ્વારા ટેક્સ્ટ મેસેજને સેન્ડ અને રિસીવ કરે છે. એ ખાસ કરીને ત્યારે કામ આવતા હતા જ્યારે મોબાઈલ ફોન એટલા પોપ્યુલર નહોતા અને મોબાઈલ સર્વિસ ખૂબ મોંઘી પણ હતી.

આ પણ વાંચો : લેબેનોનમાં એક પછી એક હજારો બ્લાસ્ટ મામલે પેજર કંપનીએ કર્યો મોટો ધડાકો, ઈઝરાયલ ટેન્શનમાં!

પેજરને હેક કરી શકાય છે

પેજરની સિક્યોરિટી સિસ્ટમ વધુ મજબૂત નથી હોતી. પેજર સિસ્ટમ ઈનક્રિપ્ટેડ નથી હોતી, જેના કારણે તેમાં રહેલા ડેટાને કેપ્ચર કરી શકાય છે અને તેને હેક કરી શકાય છે. ત્યારબાદ હેકર્સ પોતાની કમાન્ડ આપી શકે છે. 

મોબાઈલ પણ થઈ શકે છે હેક

પેજરની તુલનામાં મોબાઈલની સિસ્ટમ એડવાન્સ અને મોડર્ન હોય છે. પેજરની તુલનામાં મોબાઈલને હેક કરવો ઘણો મુશ્કેલ છે. ફોનને હેક કરવો તેની ઓપરેટિંગ સિસ્ટમ અને સિક્યોરિટી સિસ્ટમ પર પણ આધાર રાખે છે. Androidની તુલનામાં iOSને વધુ સેફ માનવામાં આવે છે. પેજર કરતાં મોબાઈલ વધુ સુરક્ષિત છે. જો કે, તે કહેવું પણ ખોટું હશે કે તેને ક્યારેય હેક ન કરી શકાય. 

આ પણ વાંચો : પેજર બોમ્બ કોણે બનાવ્યા? ઈઝરાયલ કે કોઈ અન્ય દેશ, જાણો કોણ છે ભયાનક હુમલાનો માસ્ટરમાઇન્ડ

કેવી રીતે પેજર અથવા મોબાઈલ બોમ્બ બની જાય છે?

કોઈ સ્માર્ટફોન કે પછી પેજર બોમ્બ કેવી રીતે બની જાય છે? વર્તમાન સમયમાં એક્સપ્લોઝિવ્સના નાના રૂપને એક ડિવાઈસમાં સરળતાથી ફીટ કરી શકાય છે. તેના માટે C4 જેવા એક્સપ્લોઝિવનો ઉપયોગ કરવામાં આવે છે. આ વિસ્ફોટકોને ફેન અથવા પેજરની બેટરીમાં ફીટ કરી શકાય છે. ત્યારબાદ વાયરલેસ સિગ્નલનો ઉપયોગ કરવામાં આવે છે. આ સિગ્નલ બ્લુટૂથ અથવા મોબાઈલ નેટવર્ક કોઈ પણ રીતે મોકલવામાં આવી શકે છે, જેના કારણે બેટરીનું તાપમાન વધશે અને એક્સપ્લોઝિવ રિએક્ટ કરશે. 


Google NewsGoogle News