'મોબાઈલ, લેપટોપમાં પણ થઈ શકે છે બ્લાસ્ટ...', પેજર બ્લાસ્ટથી લેબનોનમાં દહેશત, લોકો ફેંકી રહ્યા છે ઈલેક્ટ્રિક ઉપકરણો
Image Source: Twitter
Lebanon Pager And Walkie-Talkie Blast: મંગળવાર અને બુધવારે થયેલા બ્લાસ્ટથી લેબનોનમાં દહેશત ફેલાઈ ગઈ છે. પ્રથમ દિવસે લેબનોનની રાજધાની બેરુત સહિત દેશના ઘણા ભાગોમાં કમ્યુનિકેશન માટે ઉપયોગમાં લેવાતા 5,000 પેજરમાં બ્લાસ્ટ થયો હતો. આ હુમલામાં 12 લોકોનો મૃત્યુ થઈ ગયા હતા અને લગભગ 3,000 લોકો ઘાયલ થયા હતા. બીજા દિવસે દક્ષિણ બેરુત અને લેબનોનના અન્ય ભાગોમાં વોકી-ટોકીમાં બ્લાસ્ટ થયો હતો જેમાં 20 લોકોના મોત થઈ ગયા હતા અને 450થી વધુ લોકો ઘાયલ થયા હતા. લેબનોનના આતંકવાદી જૂથ હિઝબુલ્લાએ આ હુમલાઓ માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. હવે આ બ્લાસ્ટથી લેબનોનના લોકોમાં દહેશત ફેલાઈ ગઈ છે.
શ્રેણીબદ્ધ હુમલાથી લેબનોનના લોકો ફોન જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુના ઉપયોગ અને દેશની સુરક્ષા અંગે ચિંતિત છે.
આ બ્લાસ્ટ બેરુત અને તેના દક્ષિણી નગરો, હરમેલ, બાલબેક, સૈદા, નબાતિયેહ, ટાયર, નકૌરા અને મરજાયૂન જેવા શહેરોમાં થયા હતા. લેબનોનના અધિકારીઓ બુધવારે સાંજે દેશભરના અલગ-અલગ સ્થળો પર મળેલા શંકાસ્પદ ઉપકરણોમાં કંટ્રોલ્ડ બ્લાસ્ટ કરી રહ્યા હતા જેથી ફરીથી કોઈ અનહોની ન બને.
ઈલેક્ટ્રોનિક ડિવાઈસના ઉપયોગથી ડરી રહ્યા લોકો
આ પ્રકારના બ્લાસ્ટથી લેબનોનના લોકોમાં તણાવ અને ચિંતા વધી ગઈ છે, કારણ કે, બુધવારે જે ડિવાઈસોમાં બ્લાસ્ટની વાત સામે આવી તે તમામ આધુનિક હતા અને તેનો ઉપયોગ વ્યાપક રૂપે કરવામાં આવી રહ્યો હતો. ઈવેન્ટ પ્લાનર મારિયા બોસ્ટનીએ પોતાની ટીમને લગ્ન પ્રસંગ અને ઈવેન્ટ દરમિયાન વોકી-ટોકીનો ઉપયોગ કરવાનો ઈનકાર કર્યો છે. તેમણે કહ્યું કે, અવું બની શકે કે આ વોકી-ટોકી એ બ્રાન્ડના ન હોય જેમાં બ્લાસ્ટ થયો પરંતુ આપણે નથી જાણતા કે બીજી જ ક્ષણે શું થઈ જાય. મારી ટીમ વોકી-ટોકીના બદલે હવે વાતચીત માટે વોટ્સએપનો ઉપયોગ કરશે. સુરક્ષિત રહેવું સારું છે.
લેપટોપ અને મોબાઈલ ફોનનો સ્પર્શ કરવાથી પણ ડરી રહ્યા લોકો
કેટલાર લોકો કહી રહ્યા છે કે, અમને કોઈ બીજા વ્યક્તિઓ સાથે ચાલવાનો પણ ડર લાગી રહ્યો છે, કે શું ખબર તેમની પાસે કોઈ ઈલેક્ટ્રીટ ડિવાઈસ હોય અને તે બ્લાસ્ટ થઈ જાય. એક મહિલાએ જણાવ્યું કે, તમામ લોકો ડરી ગયા છે. અમને નથી ખબર કે, અમે અમારા લેપટોપ અને પોતાના ફોનનો ઉપયોગ કરી શકીએ કે નહીં. પરંતુ હાલમાં અમને તમામ વસ્તુઓ ખતરનાક લાગી રહી છે. કોઈ નથી જાણતું કે આગળ શું કરવાનું છે.
આ વચ્ચે સોશિયલ મીડિયા પર એવી અફવા પણ ફેલાઈ રહી છે કે સોલાર પેનલ, મોબાઈલ ફોન અને ઈલેક્ટ્રીક ઉપકરણો પણ બ્લાસ્ટ થઈ રહ્યા છે. એક મહિલાએ કહ્યું કે, 'લોકોમાં ભયનો માહોલ છે. સાચું કહું તો આ સ્થિતિ ખૂબ જ ડરામણી છે. Sidon શહેરના એક વ્યક્તિએ જણાવ્યું કે, ડરના કારણે મેં પોતાની ઈલેક્ટ્રોનિક્સની દુકાનમાંથી ઘણા બધા ઉપકરણ ફેંકી દીધા. અમારી પાસે કેટલાક ઉપકરણો એવા હતા જેના વિશે અમારું માનવું હતું કે, તે 100% સુરક્ષિત છે પરંતુ સાવચેતીના ભઆગરૂપે અમે તેને ફેંકી દીધા. કારણ કે અમે ડરી ગયા હતા.
અફવાહો પર બોલ્યા લેબનોની મંત્રી
લેબનોનની કાર્યવાહક સરકારમાં સૂચના મંત્રી ઝિયાદ મકરીએ કહ્યું કે આ હુમલાઓથી દેશભરમાં દહેશત ફેલાવાની આશંકા છે. લેબનોનના લોકો માટે આ હુમલો એક નવો પ્રકારનો ગુનો હતો અને તેણે સમગ્ર લેબનોનના લોકોના રોજિંદા જીવનને અસર કરી છે.
અફવાઓ અંગે તેમણે કહ્યું કે આ વચ્ચે ઘણી અફવાઓ પણ ફેલાઈ રહી છે કે ઈન્ટરકોમ ફાટ્યો, સોલર પેનલ સિસ્ટમ ફાટી ગઈ, ટેલિવિઝન બ્લાસ્ટ થઈ ગયુ અને ફોનમાં આગ લાગી. ઘણી બધી ખોટી વાતો ફેલાવવામાં આવી રહી છે... ઘણા ફેક ન્યૂઝ પણ સામે આવી રહ્યા છે.
હોસ્પિટલની બહાર ઘાયલોના સબંધીઓની ભીડ
અમેરિકન યુનિવર્સિટી ઓફ બેરુત મેડિકલ સેન્ટર (AUBMC)ની બહાર મંગળવારે ઘાયલ લોકોના સંબંધીઓ અને મિત્રોની ભારે ભીડ જોવા મળી હતી. વિરોધના ભાગ રૂપે ઘણા લોકો કાળા કપડામાં દેખાયા હતા.