Get The App

યુદ્ધના એલાન બાદ ઈઝરાયલ તૂટી પડ્યો, લેબેનોનમાં એરસ્ટ્રાઈક કરી 1000 રોકેટ લોન્ચર તબાહ કર્યા

Updated: Sep 20th, 2024


Google NewsGoogle News
pager blast


Lebanon Blast: ઈઝરાયેલના વિસ્ફોટોથી લેબેનોનમાં ખળભળાટ મચી ગયો છે. પેજર અને વૉકી ટોકીઝ, સોલાર પેનલ્સ, લેપટોપ અને રેડિયો સહિતના વિવિધ ઈલેક્ટ્રોનિક ઉપકરણોના વિસ્ફોટથી માત્ર લેબેનોનમાં જ નહીં પરંતુ સમગ્ર મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. આ દરમિયાન ઈઝરાયેલના યુદ્ધ વિમાનોએ ફરી એકવાર લેબેનોનમાં આતંક મચાવ્યો છે.

લેબનોનમાં થયેલા પ્રચંડ વિસ્ફોટો બાદ હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહે ગુરુવારે ઈઝરાયેલની કાર્યવાહીને યુદ્ધની ઘોષણા ગણાવી હતી. જે સમયે નસરાલ્લાહ દેશને સંબોધિત કરી રહ્યા હતા તે સમયે ઇઝરાયેલ લેબનોન પર રોકેટ ફાયર કરી રહ્યું હતું.

હિઝબુલ્લાહના 1000 થી વધુ રોકેટ લોન્ચર કર્યા તબાહ 

ઈઝરાયલી દળો IDFએ દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના અમુક સ્થળોને નિશાન બનાવીને સેંકડો રોકેટ લોન્ચર બેરલનો નાશ કર્યો હતો. હિઝબુલ્લાહ આ રોકેટ લોન્ચર દ્વારા ઈઝરાયેલમાં વિસ્ફોટ કરવાનું હતુ. ઈઝરાયેલની સેનાનું કહેવું છે કે અમારા ફાઈટર જેટે 1000 બેરલવાળા 100 જેટલા રોકેટ લોન્ચર નષ્ટ કરી દીધા છે. 

મધ્ય પૂર્વમાં તણાવ વધતા ઘણી ફ્લાઇટ્સ રદ 

લેબેનોન પર વારંવાર થતા હુમલાની જવાબદારી હજુ સુધી ઈઝરાયલે લીધી નથી. ઈઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધને કારણે પહેલેથી જ તણાવ હતો, લેબેનોનમાં પેજર અને વૉકી ટોકીમાં થયેલા વિસ્ફોટ અને 35થી વધુ લોકોના મોત બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધી ગયો છે. આ જ કારણ છે કે પરિસ્થિતિને જોતા, પ્રદેશની ઘણી એરલાઇન્સે તેમની ઘણી ફ્લાઇટ્સ રદ કરી છે જેથી કરીને કોઈપણ પરિસ્થિતિને ટાળી શકાય.

આ પણ વાંચો: ઈઝરાયલ સામે હિઝબુલ્લાહે કર્યું યુદ્ધનું એલાન, ગાઝા જેવા હાલ કરવાની ચેતવણી, સમગ્ર વિશ્વ ચિંતિત

લેબેનોન હુમલો કેટલો ભયાનક હતો?

લેબેનોન અને સીરિયામાં પેજર બ્લાસ્ટ પહેલા થોડી સેકન્ડો માટે બીપનો અવાજ સંભળાયો હતો. કેટલાક લોકોના ખિસ્સામાં જ પેજર બ્લાસ્ટ થઈ ગયો તો કેટલાક લોકો બીપિંગનો અવાજ સાંભળીને તેમના ખિસ્સામાંથી અથવા બેગમાંથી પેજર કાઢતા જ બ્લાસ્ટ થઈ ગયા. તો ઘણા લોકોના હાથમાં જ પેજર ફૂટ્યા હતા.

આ બ્લાસ્ટમાં એક નાની બાળકી સહિત 12 લોકોના મોત થયા હતા. બ્લાસ્ટના કારણે 4000 લોકો ઘાયલ થયા હતા. 500 થી વધુ લોકોએ તેમની આંખો ગુમાવી હતી. બ્લાસ્ટમાં કોઈના ધડને નુકસાન થયું હતું તો કોઈના શરીરના નીચેના ભાગ ઉડી ગયા હતા.

લેબેનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાનીએ એક આંખ ગુમાવી દીધી હતી જ્યારે બીજી આંખને ખરાબ રીતે નુકસાન થયું હતું. મૃતકોમાં લેબેનીઝ સાંસદોના બાળકો અને હિઝબુલ્લાહ લડવૈયાઓના પરિવારો પણ વિસ્ફોટોનો ભોગ બન્યા હતા.

યુદ્ધના એલાન બાદ ઈઝરાયલ તૂટી પડ્યો, લેબેનોનમાં એરસ્ટ્રાઈક કરી 1000 રોકેટ લોન્ચર તબાહ કર્યા 2 - image



Google NewsGoogle News