લેબનોન સ્થિત આતંકી જૂથ ઘાતક હુમલા કરે છે : ઇઝરાયલમાં સાતનાં મૃત્યુ થયા છે
- હીઝબુલ્લાહ મંત્રણાની વાત કરે છે છતાં
- એક પછી એક રોકેટ હુમલામાં હીઝબુલ્લાહે મેટુલા અને હૈફામાં ખેતીવાડી જમીન ઉજાડી નાખી
બૈરૂત : લેબનોનમાં આશ્રય લઈ રહેલાં આતંકી જૂથ હીઝબુલ્લાહે એક તરફ મંત્રણા માટે દરખાસ્ત કરી છે તો બીજી તરફ એક પછી એક શ્રેણીબદ્ધ રોકેટ અને મિસાઇલ્સ હુમલા શરૂ કરી દીધા છે. જેથી ઉત્તર ઇઝરાયલમાં સાતનાં મૃત્યુ થયા છે. જ્યારે મેટુલા અને હૈફી શહેરો આસપાસની ખેતીલાયક જમીન પણ ઉજડી ગઈ છે.
ગુરૂવારે સાંજે થયેલા આ ઘાતક હુમલા અંગે ઈઝરાયલના અધિકારીઓએ જણાવ્યું હતું કે, હજી સુધીમાં થયેલા ઘાતક હુમલાઓ પૈકીનો આ સૌથી વધુ ઘાતક હુમલો હતો.
માર્યા ગયેલાઓમાં ચાર વિદેશી કામદારો હતા. ૩ ઇઝરાયલી નાગરિકો હતા.
આ પછી ઈઝરાયલે કરેલા વળતા પ્રહારોમાં લેબનોનના ૨૪ નાગરિકોનાં મૃત્યુ થયાં છે.
ઈઝરાયલ ડીફેન્સ ફોર્સીસે (આઈડી એફે) 'x' પર કરેલા પોસ્ટમાં જણાવ્યું છે કે, હીઝબુલ્લાહનાં રોકેટે સાત નિર્દોષ નાગરિકોનાં જીવ લીધા છે. અમે હીઝબુલ્લાહના આ હુમલાનો જવાબ આપ્યા વિના નહીં રહીએ.
એક પછી એક એમ શ્રેણીબદ્ધ કરાયેલા આ હુમલાને લીધે મેટુલા અને હૈફા આસપાસની ખેતીલાયક જમીન ઉજડી ગઈ છે. આથી ૪ વિદેશી કામદારોના મૃત્યુ થયા છે, ૩ ઈઝરાયલી કામદારો માર્યા ગયા છે. આથી ઓલીવની વાડીઓ પણ ઉજડી ગઈ છે.
ઈઝરાયલી સેનાએ વધુમાં જણાવ્યું હતું કે, આ હુમલા પછી લગભગ તુર્તજ બીજા ૨૫ પ્રેક્ષપાસ્ત્રો લેબનોનમાંથી ત્રાટક્યાં હતા તેથી તે વાડીઓ તદ્દન ખેદાન-મેદાન થઈ ગઈ હતી. બીજી તરફ હૈફા બાંદરગાહમાં પણ વધુ બે વ્યક્તિઓ મારી ગઈ હતી, અને બીજા બેને ઈજાઓ થઈ હતી.
ટૂંકમાં ઈઝરાયલ પેલેસ્ટાઇન યુદ્ધ હવે લેબનોન અને ઈરાન સુધી પહોંચ્યું છે. હીઝબુલ્લાહ ઈરાને જ ઉભા કરેલા છે. ઈરાન તેમને પીઠબળ આપે છે.