બૈરૂત પર ઈઝરાયેલની સતત બોંબ વર્ષા લેબેનોન યુએસ શાંતિ પ્રસ્તાવની રાહમાં છે
- દહીયેહમાં છ મકાનો ધરાશાયી, છનાં મોત, ઉ.ગાઝામાં હુમલા ચાલુ, 3 બાળકો સહિત છનાં મોત
બૈરૂત : ઈઝરાયલે આજે સતત બીજા દિવસે પણ લેબેનોન ઉપર વિમાની અને મિસાઇલ હૂમલા ચાલુ રાખ્યા હતા, પરિણામે દક્ષિણ બૈરૂતના પરા દહીયેહમાં છ માણસોના મોત થયા હતા અને છ મોટા કોમ્પલેક્ષ ધરાશાયી થયા હતા. સાથે મૃત્યુ આંક વધવાની ભીતિ સેવાઇ રહી છે, તેમ તબીબોએ જણાવ્યું હતું.
દરમિયાન ઈઝરાયલ હમાસ યુદ્ધ તો હજી ચાલુ છે. ત્યાં ત્રણ બાળકો સહિત કુલ છ વ્યક્તિઓનાં મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે.
દરમિયાન આ યુદ્ધ બંધ કરતા અને શાંતિ સ્થાપવા અંગે અમેરિકાએ દરખાસ્તો તૈયાર કરી છે. તે દરખાસ્તો જાણવા લેબેનોન આતુર છે. આમ છતાં મુખ્ય મુશ્કેલી ત્યાં છે કે જો લેબેનોન કે લેબેનોન સ્થિત આતંકી જુથ હીઝબુલ્લાહ તે દરખાસ્તો યથાવત સ્વીકારશે કે કેમ ? તેવી જ રીતે તે દરખાસ્તો ઈઝરાયલને પણ સ્વીકાર્ય બનશે કે કેમ ?
નિરીક્ષકો આ આશંકા તો સેવે છે સાથે તે પણ આશંકા સેવે છે કે જો આ દરખાસ્તો કોઇ પણ પક્ષ, શાંતિ પ્રસ્તાવ ન સ્વીકારે તો ત્યાં યુદ્ધ વધુ વકરવાની પૂરી ભીતિ રહેલ છે.