જ્યાં જુઓ ત્યાં લોહી, કાટમાળ... લાશોના ઢગલામાં દીકરાને શોધતી મા, વૉર ઝોનમાં ભયાનક સ્થિતિ
Lebanon And Gaza Ground Report: ઈઝરાયલ, ગાઝા, લેબેનોન આ દિવસોમાં મિસાઈલ હુમલાઓનો સામનો કરી રહ્યા છે. ઈઝરાયલ દ્વારા લેબેનોન અને ગાઝામાં કરવામાં આવેલા હુમલાના પરિણામે ત્યાંની સ્થિતિ ખૂબ જ ભયાનક બની ગઈ છે. બધે જ લોહી છે અને રસ્તાઓ પર અનેક લાશો પડી છે. જેના કારણે ત્યાં રહેતા લોકો ભયના માહોલમાં જીવી રહ્યા છે.
હાલ ત્યાંની સ્થિતિ કેવી છે?
રિપોર્ટ અનુસાર, 'લેબેનોન અને ગાઝામાં અત્યારે ખૂબ જ ખરાબ સ્થિતિ છે. ઇઝરાયલી દળો ઉત્તર ગાઝામાં જબાલિયા શરણાર્થી કેમ્પને ઘેરી રહ્યા છે. ત્યાંના એક વ્યક્તિએ કહ્યું, 'છેલ્લા 6 દિવસથી ઉત્તર ગાઝાના જબાલિયા શરણાર્થી કેમ્પને ઈઝરાયલની સેનાએ ઘેરી લીધું છે અને ઈઝરાયલના ફાઈટર પ્લેન હવાઈ બોમ્બમારો અને ડ્રોન હુમલા કરી રહ્યા છે.'
જબાલિયા શરણાર્થી કેમ્પના લોકોનું કહેવું છે કે, ત્યાંના ઘણા રહેણાંક વિસ્તારોને પણ નિશાના બનાવવામાં આવ્યા છે. આ જગ્યા ખાલી કરવાની ચેતવણી આપવામાં આવી છે, પરંતુ હજારો પેલેસ્ટિનિયન નાગરિકો તેમની જમીન છોડવા નથી માંગતા. ઇઝરાયલના બોમ્બમારાથી પીડિત લોકો માટે
ગાઝામાં કાર્યરત કેટલીક હોસ્પિટલોને જાળવી રાખવા અને લોકોને જરૂરી આરોગ્ય સેવા પૂરતી પાડવા માટે વર્લ્ડ કોમ્યુનિટીને વારંવાર અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં મોટો હુમલો, બંદૂકધારીઓએ 20 ખાણ શ્રમિકોને ગોળીઓથી વીંધી નાખ્યાં
મૃતદેહને કૂતરાઓ ખાઈ રહ્યા છે
અસરગ્રસ્ત વિસ્તારમાં મૃતદેહો સળી રહ્યા છે અને તેને રખડતા કૂતરાઓ ખાઈ રહ્યા છે. તેમજ જીવિત બચી ગયેલા લોકોને મરવા માટે છોડી દેવામાં આવ્યા છે. ઇઝરાયલની સેના સિવિલ ડિફેન્સ અને પેરામેડિક ટીમોને પણ નિશાન બનાવી રહી છે અને અન્ય લોકોને બોમ્બમાં ઘાયલ લોકોને મદદ કરતા રોકવામાં આવી રહ્યા છે. એવા કોઈ મા તેના દીકરાને શોધે છે તો કોઈ પોતાની પત્નીનો મૃતદેહ શોધી રહ્યો છે.
બેરૂતમાં પણ સ્થિતિ ખૂબ જ ખરાબ
લેબેનોનની રાજધાની બેરૂતમાં પણ સ્થિતિ ખૂબ જ ખરાબ છે. અલજઝીરાએ ત્યાં રહેતા લોકો સાથેની વાતચીતમાં જાણવા મળ્યું હતું કે, બિલ્ડીંગ ધ્રુજી રહી છે. ઘરની અંદર રહેવું પણ મુશ્કેલ બની ગયું છે.