Get The App

બેરૂત પર ઈઝરાયલનો મોટો હવાઈ હુમલો, 20ના મોત, લેબેનોને કરી પુષ્ટિ

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
બેરૂત પર ઈઝરાયલનો મોટો હવાઈ હુમલો, 20ના મોત, લેબેનોને કરી પુષ્ટિ 1 - image


Israel-Lebanon: પશ્ચિમ એશિયામાં તણાવ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. ઈઝરાયલી સેનાએ રવિવારે લેબેનોનની રાજધાની બેરૂતના ઉત્તર વિસ્તારમાં હવાઈ હુમલા કર્યા. આ હુમલામાં બે ડઝનથી વધુ લોકોના મોત થઈ ગયા. જ્યારે, લેબેનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે પુષ્ટિ કરી છે કે હુમલો ઉત્તર બેરૂતના આલમાત ગામમાં થયો, જેમાં 20 લોકોના મોત થયા છે. જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા છે.

ઈન્ટરનેશનલ મીડિયાના અનુસાર, જે વિસ્તારમાં હવાઈ હુમલો થયો છે, ત્યાં હિઝબુલ્લાહનો મોટો અડ્ડો છે. જોકે, ઈઝરાયલ તરફથી આ હુમલાને લઈને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

આ પણ વાંચો : વિશ્વભરમાં ટીકાઓ બાદ કેેનેડા પોલીસ દોડતી થઈ, વધુ એક ખાલિસ્તાની આતંકીની કરી ધરપકડ

ગાઝામાં પણ ઈઝરાયલના હુમલા યથાવત્

આ પહેલા ઈઝરાયલી હુમલામાં શનિવારે ગાઝાના ઉત્તર વિસ્તાર જબાલિયામાં એક શરણાર્થી શિબિરને નિશાન બનાવાયા. જેમાં 17 લોકોના મોત થયા. ગાઝા સિટીના અલ-અહલી હોસ્પિટલના નિર્દેશક ડોક્ટર ફાદલ નઈમે જણાવ્યું કે, માર્યા ગયેલા લોકોમાં નવ મહિલાઓ સામેલ હતી. તેમણે જણાવ્યું કે મરાનારાની સંખ્યા વધી શકે છે, કારણ કે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે, ઈઝરાયલે કહ્યું કે, તેને જબાલિયામાં એક એવા ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જ્યાં આતંકવાદી સક્રિય હતા. જો કે, ઈઝરાયલી સેનાએ તેના કોઈ પુરાવા શેર કર્યા નથી.

આ સિવાય, રવિવારે એક અન્ય હુમલામાં ગાઝા સિટીમાં એક ઘરને નિશાન બનાવાયું. જેમાં હમાસ સંચાલિત સરકારના મંત્રી વાએલ અલ-ખર, તેની પત્ની અને ત્રણ બાળકોના મોત થઈ ગયા.

આ પણ વાંચો : ટ્રમ્પનો ખતરનાક પ્લાન, પુતિનને લાવશે ઘૂંટણીએ! બ્રિટનના પૂર્વ ઈન્ટેલિજન્સ ઓફિસરનો સ્ફોટક દાવો

ગત એક મહિનામાં ઈઝરાયલી સેનાએ ગાઝાના જબાલિયા અને તેની આસપાસના વિસ્તારને સંપૂર્ણ રીતે ઘેરાબંધી કરી નાખી છે, જેનાથી માનવીય મદદની જરૂરિયાતમાં ભારે અછત આવી છે. આ સંઘર્ષમાં છ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં લોકોના મોત થઈ ચૂક્યા છે અને હજારો લોકો ગાઝા સિટીમાં આશરો લેવા માટે મજબૂર બની ગયા છે.


Google NewsGoogle News