Get The App

જાણો, NOTAM સિસ્ટમ વિશે, જેના કારણે અટકી ગયો અમેરિકાનો આખો એર ટ્રાફિક,

આ મહત્વની સિસ્ટમને નોટિસ ટૂ એર મિશન સિસ્ટમ કહેવામાં આવે છે

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના ક્મ્પ્યૂટર સિસ્ટમમાંથી જ ગરબડ થયેલી

Updated: Jan 11th, 2023


Google NewsGoogle News
જાણો, NOTAM  સિસ્ટમ વિશે, જેના કારણે અટકી ગયો અમેરિકાનો આખો એર ટ્રાફિક, 1 - image


ન્યૂયોર્ક,૧૧ જાન્યુઆરી,૨૦૨૩,બુધવાર 

અમેરિકાના ઇતિહાસમાં એવી ઘટના બની જેનાથી એર મિશન સિસ્ટમ ફેલ થઇ ગઇ હતી. આથી ૪૦૦ જેટલી ફલાઇટ ઉડવાની રાહ જોતી અટકી પડી હતી. હજારો મુસાફરો રઝળી પડયા અને અફરાતફરીનો માહોલ શરુ થયો હતો. વિમાન મથકોએ જાણે કે કોઇ આફત કે ઇમરજન્સી આવી પડી હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું.

અમેરિકાનામીડિયા રિપોર્ટસમાં જણાવવામાં આવ્યું હતું કે સમગ્ર આફત ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનના ક્મ્પ્યૂટર સિસ્ટમમાં ગરબડી થઇ હતી. આથી સમગ્ર એર ટફિક અટકાવી દેવાની ફરજ પડી હતી. એક ફલાઇટ ટેકિંગ વેબસાઇટના જણાવ્યા અનુસાર કુલ ૭૬૦ જેટલી ફલાઇટ મોડી પડી હતી. ૯૧ જેટલી ફલાઇટને કેન્સલ કરવામાં આવી હતી.

જાણો, NOTAM  સિસ્ટમ વિશે, જેના કારણે અટકી ગયો અમેરિકાનો આખો એર ટ્રાફિક, 2 - image

માત્ર ડોમેસ્ટીક જ નહી વિદેશ જતી કેટલીક ફલાઇટ પણ અટકાવી દેવી પડી.આ એક એવી ઇમરજન્સી હતી જેની મુસાફરી માટે બહાર નિકળેલા પ્રવાસીઓએ કલ્પના પણ કરી ન હતી. જે સિસ્ટમ ખોરવાઇ ગઇ એ યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફએફ) સિસ્ટમ પાયલોટસ અને ક્રુ મેમ્બરને કોઇ ખતરા અને એરપોર્ટ પર મળતી સુવિધા કે સેવાઓમાં કોઇ ફેરફાર અંગે એલર્ટ કરે છે.

આને નોટિસ ટૂ એર મિશન સિસ્ટમ (NOTAM ) કહેવામાં આવે છે. આ મહત્વની સિસ્ટમે કામ કરવાનું બંધ કરી દીધું હતું. સિસ્ટમ ફેલ થતા તેનું ચેકિંગ અને પુન સ્થાપિત કરવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર અમેરિકામાં એર ટ્રાફિક શરુ થઇ રહયો છે. જો કે સંપૂર્ણ કાર્યાન્વિત થવામાં એકથી બે દિવસ જેટલો સમય લાગી શકે છે. 




Google NewsGoogle News