વધુ 3 યુરોપીય દેશોના નેતાઓ ઇઝરાયેલની મુલાકાતે જવાના છે : સમગ્ર પશ્ચિમ તેની સાથે રહ્યું છે

Updated: Oct 24th, 2023


Google NewsGoogle News
વધુ 3 યુરોપીય દેશોના નેતાઓ ઇઝરાયેલની મુલાકાતે જવાના છે : સમગ્ર પશ્ચિમ તેની સાથે રહ્યું છે 1 - image


- દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ છે

- એક તરફ આરબી દેશો, રશિયા અને ચીન છે, જેઓ પેલેસ્ટાઈનને ટેકો આપે છે : બીજી તરફ યુ.એસ. અને તેના સાથીઓ ઇઝરાયેલને ટેકો આપે છે

તેલ અવીવ : ઇઝરાયલ- હમાસ યુદ્ધમાં વિશ્વ બે ભાગમાં વહેંચાઈ ગયું છે. એક તરફ આરબ દેશો, ઇરાન, રશિયા અને ચીન, પેલેસ્ટાઈનીઓને સાથ આપે છે, તો બીજી તરફ અમેરિકા, બ્રિટન, જેવા પશ્ચિમના દેશો ખુલ્લી રીતે ઇઝરાયલને સાથ આપે છે. અમેરિકાના પ્રમુખ જો બાયડન, બ્રિટશ પીએમ ઋષિ શુનક અને જર્મન ચાન્સેલર ઓલેફ શુલ્ઝ ઇઝરાયલની મુલાકાત લઈ ચુકયા છે. હવે ગ્રીસના વડાપ્રધાન કીરીયા કોસ, મિત્સોટાકિસ પણ આજે ઇઝરાયલ પહોંચ્યા છે. તે ઉપરાંત નેધરલેન્ડના પીએમ માર્ક-રૂટ અને ફ્રાંસના પ્રમુખ, ઇમેન્યુઅલ મેક્રો પણ ઇઝરાયલ જવાના છે.

આ સર્વે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂને મળવાના છે. ટાઈમ્સ ઓફ ઇઝરાયલ ના રિપોર્ટ પ્રમાણે ગ્રીસના પીએમ પછી તુર્ત જ ફ્રાંસના પ્રમુખ અને નેધરલેન્ડના પીએમ પણ ઇઝરાયલ જવાના છે.

દરમિયાન ઇઝરાયલે ગાઝા પટ્ટી ઉપર હુમલો તેજ કરી દીધો છે. સોમવારે તેણે કેટલાએ રોકેટ ગાઝા પટ્ટી પર છોડયા છે. હમાસનું કહેવું છે કે એ હુમલામાં ૭૦ના જાન ગયા છે. ઇઝરાયલ કુલ ૩૨૦ સ્થળોએ હુમલા કર્યા છે.

નેતન્યાહુએ રવિવારે મોડી રાત્રીએ સેનાના ટોચના અધિકારીઓ અને તેમની વોર-કેબિનેટની મીટીંગ બોલાવી હતી. તેમાં યુદ્ધની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. કેટલાક કઠોર નિર્ણયો પર પણ વિચાર કરવામાં આવ્યો.

એવું માનવામાં આવે છે કે તેનાં ભૂમિદળને ભૂમી ઉપર હુમલો કરવા માટે મંજૂરી અપાશે. અત્યારે ઇઝરાયલે ૩ લાખ સૈનિકો તૈનાત કરી રાખ્યા છે. તેમને આગામી આદેશ માટે તૈયાર રહેવા જણાવવામાં આવ્યું છે. ઇઝરાયલની સેનાનો દાવો છે કે ગયા બે દિવસમાં જ તેણે હમાસના કેટલાએ કમાન્ડરોને મારી કાઢયા છે. તેમાં એક મુહમ્મદ કાતામાશ પણ છે જે હમાસની સેનાનો ડેપ્યુટી હેડ હતો.

અત્યારે ઇઝરાયલના નેતાઓ પક્ષીય મતભેદો ભૂલી એક જૂથ થઈ ગયા છે. પૂર્વ પીએમ નફતાલી બેનેટે કબુલ્યું છે કે તે હમાસના બર્બર હુમલા માટે પોતાની જવાબદારી સ્વીકારે છે. મેં વડાપ્રધાન તરીકે ૧૨ વર્ષ સુધી દેશની જવાબદારી સંભાળી હતી. તેમાં ઘણું તેવું પણ બન્યું કે જે માટે હું કામ ન કરી શક્યો. પછી સરકાર ધ્વસ્ત થઈ તેની પણ હું જવાબદારી લઉં છું.


Google NewsGoogle News