Get The App

આર્જેન્ટિનામાં મોંઘવારીની માર: 70,000 સરકારી કર્મચારીઓને છુટ્ટા કરવાનો નિર્ણય! વિરોધની શક્યતા

Updated: Mar 27th, 2024


Google NewsGoogle News
આર્જેન્ટિનામાં મોંઘવારીની માર: 70,000 સરકારી કર્મચારીઓને છુટ્ટા કરવાનો નિર્ણય! વિરોધની શક્યતા 1 - image


નવી દિલ્હી,તા. 27 માર્ચ 2024,બુધવાર 

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મિલીએ આગામી મહિનાઓમાં 70,000 સરકારી કર્મચારીઓની છટણી કરવાનો પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. 

જોકે આ પ્લાન્ડ છટણી આર્જેન્ટિનાના 3.5 મિલિયન પબ્લિક સેક્ટરના કર્મચારીઓનો એક નાનો ભાગ છે. સંભાવના છે કે, માઇલીને મોટા મજૂર સંગઠનોના વિરોધનો  સામનો કરવો પડી શકે છે.

રાજ્યના કર્મચારીઓના 70,000 કોન્ટ્રાક્ટ ટૂંક સમયમાં સમાપ્ત થશે

આર્જેન્ટિનાના રાષ્ટ્રપતિ જેવિયર મેલીએ મંગળવારે બ્યુનસ આયર્સમાં ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ ઓફ ધ અમેરિકા (IEFA) દ્વારા આયોજિત કોન્ફરન્સમાં કહ્યું કે, છટણીની સામાન્ય લહેર વચ્ચે રાજ્યના કર્મચારીઓના 70,000 કોન્ટ્રેક્ટ પુરા થવાના છે. 

અગાઉ મંગળવારે,  જાહેર કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતા યુનિયનોમાંના એક એસોસિએશન ઑફ સ્ટેટ વર્કર્સ (ATE), છટણીની સામાન્ય લહેર સામે વિવિધ શહેરોમાં વિરોધ પ્રદર્શનો યોજ્યા હતા.

આ ક્ષેત્રના 70,000 કર્મચારીઓ

Piccirillo જણાવ્યું હતું કે, 70,000 કામદારો જેમના નોકરી કરાર સમાપ્ત થશે તે દેશની તમામ રાજ્ય સંસ્થાઓ વ્હુમન કેપિટલ,મિનિસ્ટ્રી ઓફ સાઇન્સ એન્ડ ઇકોનોમી, સોશિયલ સિક્યોરિટી એજન્સી, એનર્જી સેક્રિટેરિયટ સાથે સંબંધિત છે. 


Google NewsGoogle News