આ દેશની સરકારે બનાવ્યો વિચિત્ર કાયદો: દિવસમાં એક વાર હસવુ જરુરી

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
આ દેશની સરકારે બનાવ્યો વિચિત્ર કાયદો: દિવસમાં એક વાર હસવુ જરુરી 1 - image


Laughing law: કહેવાય છે કે, તમે જેટલું વધુ હસશો તેટલું તમારું સ્વાસ્થ્ય સારું છે. ઘણા લોકોનો સ્વભાવ દરેકને હસીને મળવાનો હોય છે, તો ઘણા એવા પણ હોય ચે જે ભાગ્યે જ તમને હસતા જોવા મળશે. જો  કોઈ તમને કહે કે તમારે દિવસમાં એક વાર હસવું પડશે તો તમને કેવું લાગશે?

હા, દુનિયામાં એક એવું શહેર છે જ્યાં એવો કાયદો બનાવવામાં આવ્યો છે કે, આ શહેરમાં રહેતા લોકોને દિવસમાં એકવાર હસવું પડશે.

આ દેશમાં છે આવો વિચિત્ર કાયદો

આ વિચિત્ર કાયદો જાપાનના યામાગાટા પ્રાન્ત એક વિચિત્ર કાયદો લાગુ કર્યો છે. આ કાયદા હેઠળ યામાગાતા પ્રાન્તમાં રહેતા નાગરિકો માટે દિવસમાં એકવાર હસવું ફરજિયાત છે.

યામાગાટા પ્રાન્તે યામાગાટા યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિસિન દ્વારા હાથ ધરાયેલા અભ્યાસથી પ્રેરિત આ કાયદો ઘડ્યો છે. આ સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે, હસવાથી વ્યક્તિ શારીરિક અને માનસિક રીતે મજબૂત બને છે.

જો કોઈ કાયદો તોડે તો શું થાય ?

જ્યારે કેટલાક લોકો આ કાયદાનું સમર્થન કરી રહ્યા છે, ટોરુ સેકી અને સટોરુ ઇશિગુરો જેવા રાજકારણીઓ તેની ટીકા કરી રહ્યા છે. આ રાજકારણીઓનું કહેવુ છે કે, તમે કોઈને હસવા માટે દબાણ કરી શકતા નથી. આમ કરીને તમે અહીંના નાગરિકોને આપવામાં આવેલા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન કરી રહ્યા છો.

વાસ્તવમાં, યામાગાટા યુનિવર્સિટીની સ્કૂલ ઑફ મેડિસિનના સંશોધનમાં એ પણ સાબિત થયું છે કે હસવાથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે અને માણસનું આયુષ્ય લંબાય છે. તેથી અહીંની સરકારની દલીલ છે કે, આ કરીને તે પોતાના નાગરિકોના સ્વાસ્થ્યને સુધારવા માંગે છે.

અહીંની સરકારના કહેવા પ્રમાણે, આ કાયદો ચોક્કસ બનાવવામાં આવ્યો છે પરંતુ તેમાં સજાની કોઈ જોગવાઈ નથી. મતલબ કે જો કોઈ આ કાયદાનો ભંગ કરશે તો તેને કોઈપણ રીતે સજા કરવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે આ કાયદો યામાગાટા પ્રીફેક્ચરમાં 40 વર્ષ કે તેથી ઓછી વયના 17,152 પ્રતિભાગીઓના રિસર્ચ બાદ બનાવવામાં આવ્યો છે. 


Google NewsGoogle News