મૃત્યુ પહેલા હમાસના લીડર યાહ્યા સિનવારનો સામે આવ્યો છેલ્લો VIDEO, ડ્રોન પર માર્યો દંડો
Hamas Leader Killed By Israel Militry: ઈરાન-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયલની સેનાએ વધુ એક લીડરની હત્યા કરી છે. ઈઝારયલની સેના સાથેની અથડામણમાં હમાસ લીડર યાહ્યા સિનવાર મૃત્યુ પામ્યો છે. જેનો એક વીડિયો વાયરલ થયો છે.
યાહ્યાના સાથીઓ ઈઝરાયલના સૈનિકો સાથે યુદ્ધ કરી રહ્યા હતા. તે સમયે ઈજાગ્રસ્ત સિનવાર ભાગતા-બચતા એક જર્જરિત ઈમારતની પાછળ જઈ છુપાઈ ગયો હતો. તેની ઓળખ કરવા માટે ઈઝરાયલી સૈનિકોએ ડ્રોનની મદદ લીધી હતી. વાયરલ વીડિયોમાં ડ્રોન ઈમારતની અંદર જાય છે, ત્યારે માટી-ધૂળ અને રાખથી ઢંકાયેલો સિનવાર સોફા પર બેઠો હતો. તેણે ડ્રોનને જોયું પરંતુ કોઈ હિલચાલ કરી ન હતી. તે ડ્રોનને નજીક આવવાની રાહ જોઈ રહ્યો હતો. બાદમાં તેણે ડ્રોન તરફ લાકડી ફેંકી હતી. પરંતુ ડ્રોને દિશા બદલી દેતાં તે આ હુમલાથી સુરક્ષિત રહ્યું હતું.
🇵🇸 Incredible footage: Yahya Sinwar, covered in dust, all his comrades just killed, arm amputated and close to death, hurls a projectile at an Israeli drone in a final act of defiance
— Keith Woods (@KeithWoodsYT) October 17, 2024
Israelis are ridiculing this as a pathetic end, but I'm not sure the world will see it that way pic.twitter.com/I0gdAQhQ0L
ઈઝરાયલે બોમ્બ ફેંક્યા
ડ્રોનના વીડિયોમાં સિનવારની ખાતરી થતાં જ ઈઝરાયલની સેનાએ બોમ્બમારો ચાલુ કર્યો હતો. જેમાં તેનું અંતે મોત થયુ હતું. સાંજે તેના મોતની ખાતરી કરવામાં આવી હતી. ઈઝરાયલે હિઝબુલ્લાના ઘણા લીડર્સને પણ ઢાળી દીધા હતા. ઈઝરાયલ એક વર્ષથી દાવો કરી રહ્યુ હતું કે, સિનવાર સુરંગોમાં બંધકો સાથે છુપાઈને બેઠો છે. પરંતુ ઈઝરાયલી સેનાએ તે એક જર્જરિત ઈમારતમાં છુપાયેલો મળી આવ્યો હતો. અથડામણ દરમિયાન તે નાસીને અન્ય એક ઈમારતમાં છુપાઈ ગયો હતો. જેની શોધખોળ માટે ડ્રોનનો ઉપયોગ કરાયો હતો.
સિનવાર અને મોહમ્મદ ડૈફ ઈઝારયલ પર 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાના માસ્ટરમાઈન્ડ હતા. આ હુમલામાં 1200થી વધુ લોકોના મોત થયા હતા. જ્યારે 240થી વધુ લોકોને ગાઝામાં નજરકેદ કરાયા હતા. જેમાં સિનવારને ઈયુ દ્વારા આંતકવાદી જાહેર કરાયો હતો.