Get The App

દ.આફ્રિકામાં ભક્તો માટે સૌથી મોટું હિન્દુ મંદિર ખુલ્લું મૂકાયું, 14.5 એકરમાં બન્યું છે, જાણો તેની વિશેષતા

Updated: Feb 3rd, 2025


Google NewsGoogle News
દ.આફ્રિકામાં ભક્તો માટે સૌથી મોટું હિન્દુ મંદિર ખુલ્લું મૂકાયું, 14.5 એકરમાં બન્યું છે, જાણો તેની વિશેષતા 1 - image


Image: Facebook

Hindu Temple in South Africa: દક્ષિણ આફ્રિકાનું સૌથી મોટું હિન્દુ મંદિર ભક્તો માટે ખુલ્લું મૂકાયું. દક્ષિણ આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિ પાલ માશાતિલેએ બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ (બીએપીએસ) સંસ્થાના બહુ સાંસ્કૃતિક કેન્દ્ર અને મંદિરના પ્રથમ તબક્કાનું ઉદ્ધાટન કર્યું. આ અવસરે તેમણે કહ્યું કે બીએપીએસના સિદ્ધાંત દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રીય લોકાચાર ઉબુંટૂથી મળે છે.

ઉપરાષ્ટ્રપતિએ હિન્દુઓના વખાણ કર્યા

માશાતિલેએ સ્થાનિક હિન્દુ સમુદાયની પ્રશંસા કરતાં કહ્યું કે આપણે રાષ્ટ્ર નિર્માણમાં હિન્દુ સમુદાયની ભૂમિકા પર વિચાર કરવો જોઈએ. આ મંદિર 14.5 એકર જમીન પર બનેલું છે. જેમાં 34,000 વર્ગ મીટરનું સાંસ્કૃતિક કેન્દ્ર, 3000 બેઠકોવાળું સભાગૃહ, 2000 બેઠકોવાળો બેન્ક્વેટ હોલ, એક સંશોધન સંસ્થા, રૂમ, પ્રદર્શન અને મનોરંજન કેન્દ્ર અને અન્ય સુવિધાઓ હશે.

આ પણ વાંચો: ટ્રમ્પ ટેરિફ લગાવશે તો ભારત કેવો જવાબ આપશે? નાણા મંત્રાલયે જણાવ્યો મોદી સરકારનો પ્લાન

પીએમ મોદીને 3ડી તસવીર આપવામાં આવી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2023માં બ્રિક્સ સંમેલનમાં સામેલ થવા માટે દક્ષિણ આફ્રિકા ગયા હતા તો પ્રવાસી ભારતીયોના સમૂહે તેમને જોહાનિસબર્ગમાં તૈયાર થઈ રહેલા સ્વામિનારાયણ મંદિરની 3ડી તસવીરો બતાવી હતી. આફ્રિકાના ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે હિન્દુ સમુદાયનો સાંસ્કૃતિક વારસો અને મૂલ્ય સમૃદ્ધ છે અને તેને અમારા વિવિધતાપૂર્ણ સમાજના સામાજિક બનાવટને આકાર આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.


Google NewsGoogle News