અમેરિકન પ્રમુખ ટ્રમ્પની સુરક્ષામાં ચૂક! રિસોર્ટ પરથી 3 વિમાન પસાર, સૈન્યએ દખલ કરવી પડી
Donald Trump Security Lapse | અમેરિકાના ફ્લોરિડામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો રિસોર્ટ પર ત્રણ સિવિલ વિમાનોએ કથિત રીતે એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું હતું. જેની માહિતી મળતાં જ નોર્થ અમેરિકન એરોસ્પેસ ડિફેન્સ કમાન્ડ (NORAD) એ F-16 ફાઈટર જેટ મોકલ્યા. અહેવાલો અનુસાર, F-16 ફાઈટર જેટએ ત્વરિત કાર્યવાહી કરતાં આ ત્રણે વિમાનોને સિક્યોરિટીવાળા વિસ્તારોમાંથી હડસેલ્યા હતા.
એરસ્પેસ ઉલ્લંઘનની ત્રણ ઘટનાથી હડકંપ
અહેવાલ અનુસાર એરસ્પેસ ઉલ્લંઘનની ઘટના સવારે સ્થાનિક સમયનુસાર 11:05, 12:10 અને 12:50 કલાકે બની હતી. ત્રણેય વિમાનોએ પામ બીચ એરસ્પેસમાં શા માટે ઉડાન ભરી તે અંગે સાચી માહિતી મળી શકી નથી. છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓ અવારનવાર બની રહી છે.
ઉલ્લંઘન ક્યારે થયું?
એક અહેવાલ પ્રમાણે ટ્રમ્પની માર-એ-લાગોની મુલાકાત દરમિયાન શહેરની ઉપર એરસ્પેસનું ત્રણ વખત ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. એરસ્પેસ ઉલ્લંઘનની બે ઘટનાઓ 15 ફેબ્રુઆરીએ અને એક રાષ્ટ્રપતિ દિવસ એટલે કે 17 ફેબ્રુઆરીએ બની હતી.