Get The App

ચીનમાં આકાશમાંથી આફત વરસી, ભયાનક વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના, 12ના મોત

Updated: Jul 28th, 2024


Google NewsGoogle News
Landslide In China


Landslide In China: ચીનના હેંગયાંગ શહેરના યુએલીન ગામમાં ભારે વરસાદને કારણે થયેલા ભૂસ્ખલનમાં એક મકાન ધરાશાયી થયું. જેમાં એક જ પરિવારના 18 લોકો દટાયા હતા. જેમાંથી 12 લોકોના મોત થયા છે. જ્યારે છ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાસ્થળે બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે.

250 જવાનો ઘટનાસ્થળે બચાવ કાર્યમાં જોડાયા

અહેવાલો અનુસાર, ગેમી વાવાઝોડાને કારણે ચીનના ઉત્તર અને દક્ષિણ-પશ્ચિમમાં ભારે વરસાદ થયો હતો. આ દરમિયાન હેંગયાંગ શહેરના યુએલીન ગામમાં પૂરના કારણે ભૂસ્ખલન થયું હતું. જેમાં એક ઘર ધરાશાયી થયું હતો અને 18 લોકો દટાયા હતા. ઘટનાસ્થળે રેસ્ક્યુ ટીમે કાટમાળમાંથી 12 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા. જ્યારે છ ઈજાગ્રસ્ત લોકો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. લગભગ 250 જવાનો ઘટનાસ્થળે બચાવ કાર્યમાં લાગેલા છે. હવામાન વિભાગના અનુસાર હજુ પણ ઘણાં શહેરોમાં ભારે વરસાદની સંભાવના છે.

આ પણ વાંચો: ઈઝરાયલ પર સાત ઓકટોબર બાદ સૌથી મોટો હુમલો: ફૂટબોલ રમતા બાળકોના મોત, હવે થશે 'મહાયુદ્ધ'?


ગેમી વાવાઝોડાએ તબાહી મચાવી 

ગેમી વાવાઝોડાએ તાજેતરમાં તાઈવાનમાં ભારે તબાહી મચાવી છે. આ વાવાઝોડાના કારણે તાઈવાનમાં આઠ લોકોના મોત થયા હતા અને અનેક ઈજાગ્રસ્ત થયા છે.  કોહસિઉંગ વિસ્તારમાં 259 લોકો વાવાઝોડાથી પ્રભાવિત થયા છે. ત્યારબાદ તાઈનાનમાં 125 અને તાઈચુંગમાં 120 લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાવાઝોડાને કારણે અનેક મકાનોને નુકસાન થયું છે. વાવાઝોડાની અસરને કારણે તાઈવાનના પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની સંભાવના છે.

ચીનમાં આકાશમાંથી આફત વરસી, ભયાનક વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના, 12ના મોત 2 - image



Google NewsGoogle News