ચીનના યુન્નાનમાં ભૂસ્ખલન, 43થી વધુ લોકો કાટમાળ નીચે દટાયા, અનેક મકાનો ધરાશાયી
ભૂસ્ખલનનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી
China Landslide: ચીનના પર્વર્તીય વિસ્તાર યુન્નાનમાં ભૂસ્ખલન થતાં 43 વધુ લોકો કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ મળી રહ્યો છે. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. ભૂસ્ખલનમાં અનેક મકાનો ધરાશાયી થયા છે. અહેવાલ અનુસાર, યુનાનના લિયાંગસુઈ ગામમાં આજે સવારે લગભગ છ વાગ્યે ભૂસ્ખલન થયું હતું.
રાહત અને બચાવ કામગીરી ચાલુ
ભૂસ્ખલનમાં 18 મકાનો કાટમાળ નીચે દટાયા હોવાના અહેવાલ છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવાના પ્રયાસો પણ ચાલુ છે. ભૂસ્ખલનનું કારણ હજુ જાણી શકાયું નથી. યુન્નાન પ્રાંતમાં ભૂસ્ખલનની ઘટનાઓ બનતી રહે છે. જે ચીનનો એક દૂરસ્થ વિસ્તાર છે, જ્યાં મોટા પહાડો છે.