LAC સમજૂતી : ચીનનાં પગલાં તેના શબ્દોને અનુસરી રહેશે ?
- આ તો બંને દેશો ટાઈમ બાઈંગ કરી રહ્યા છો
- રાજકીય નેતાઓને જ નહીં, ભારતના નાગરિકોને પણ ચીનમાં વિશ્વાસ નથી રહ્યો, ચીન LAC સામે ઇન્ફ્રા સ્ટ્રકચર બાંધે છે : ભારતે પણ પાયાનાં બાંધકામ શરૂ કર્યાં છે
લંડન : લંડન સ્થિત કિંગ્ઝ કોલેજના આંતરરાષ્ટ્રીય સંબંધો અંગેના પ્રોફેસર હર્ષ બી. પંતે ભારત અને ચીન વચ્ચે તાજેતરમાં થયેલી એલ.એ.સી. વિષેની સમજૂતી પર પ્રશ્ન ઉઠાવતાં કહ્યું છે કે કાઝાનમાં ચીનના સી.જીનપિંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ અંગે સમજૂતી તો સાધી છે, પરંતુ પ્રશ્ન તે છે કે ચીનનાં પગલાં તેના શબ્દોને અનુસરશે કે કેમ ?
આંતરરાષ્ટ્રીય સંબંધો વિષેના આ વિદ્વાને તો ત્યાં સુધી કહી દીધું છે કે ભારતમાં માત્ર રાજકીય નેતાઓને જ નહીં, પરંતુ જન સામાન્યને પણ ચીનમાં રહ્યો સહ્યો વિશ્વાસ પણ તાજેતરની ઘટનાઓ પછી નથી રહ્યો.
તેઓ કહે છે ચીન એક તરફ શાંતિની વાતો કરે છે. તો બીજી તરફ લડાખમાં એલ.એ.સી.ની તેની બાજુએ સેનાને ઉપયોગી થાય. તે પ્રકારનાં ઇન્ફ્રા-સ્ટ્રકચર્સ બાંધી રહ્યું છે. આ સાથે આ વિદ્વાને તેમ પણ કહ્યું હતું કે ભારત પણ તે પ્રત્યે સજાગ છે. તે પણ પૂરી તૈયારીમાં છે. તેણે પણ એલ.એ.સી.ની પોતાની તરફે પાયાનાં બાંધકામો શરૂ કરી દીધાં છે.
આ વિદ્વાને આ ઉત્તરથી બહુ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે એલએસી.ની બંને બાજુએ બંને દેશોએ પોતપોતાની સેનાઓ પાછી હઠાવવા સમજૂતી સાધી છે, તે હકીકતમાં તો બંને દેશો ટાઈમ બાઈંગ કરી રહ્યા છે. તેવું સ્પષ્ટ દર્શાવે છે. કોઇને કોઇમાં વિશ્વાસ નથી. ભારતના રાજકારણીઓ અને જનસામાન્યને પણ જરીકે ચીનમાં વિશ્વાસ નથી. તે સ્પષ્ટ છે. છેલ્લામાં છેલ્લા થયેલા કરારો વાસ્તવિકતા ફેરવી શકે તેમ નથી. સાથે પ્રસ્ન તે છે કે ચીન ભારતને પોતાનું સમકક્ષ ગણવા તૈયાર છે ?
મોટા ભાગના ભારતીયો સમક્ષ હજી તે પ્રસ્ન ઘૂંટાયા જ કરે છે કે, ચાયના ખરેખર સરહદી વિવાદનો કાયમી ઉકેલ લાવવા માગે છે કે પછી સમય ગાળવા (બાઈંગ-ટાઈમ) માટેની આ કોઈ ચાલ છે ?
અન્ય વાસ્તવિક્તા તે છે કે ભારત અને ચીન બંને પોતપોતાનાં વૈશ્વિક મહત્વ સ્થાપવાની સ્પર્ધા કરી રહ્યાં છે. આ સાથે તે પણ સ્પષ્ટ છે કે નવી દિલ્હીએ ચીનની વિસ્તારવાદી નીતિનો સામી છાતીએ પડકારવાની નીતિ અપનાવી તેનાં સારાં ફળ પણ તેને મળી રહ્યાં છે.
આ વિદ્વાને તો તેમ બહુ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે આ સમજૂતી છતાં ભારત ચીનને પડકારવા તૈયાર બની ગયું છે. તે જાણે જ છે કે પોતાની જ તાકાતનો કોઈ વિકલ્પ નથી. સાથે ચીનની છલ કપટભરી ચાલ બાજીને પહોંચી વળવા રાજકીય તેમજ લશ્કરી બાબતમાં સાથી દેશોનો સાથ મેળવવાની તેણે ગતિવિધિ હાથ ધરી જ લીધી છે.