Get The App

કિર્ગિસ્તાનમાં હિંસા, 3 પાકિસ્તાની વિદ્યાર્થીઓની હત્યા, ભારતીયો માટે વિદેશ મંત્રાલયની એડવાઈઝરી

Updated: May 18th, 2024


Google NewsGoogle News
કિર્ગિસ્તાનમાં હિંસા, 3 પાકિસ્તાની વિદ્યાર્થીઓની હત્યા, ભારતીયો માટે વિદેશ મંત્રાલયની એડવાઈઝરી 1 - image


Kyrgyzstan News | મધ્ય એશિયાઈ દેશ કિર્ગિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા ભારતીય અને પાકિસ્તાની વિદ્યાર્થીઓના જીવ જોખમમાં છે. ખરેખર તો કિર્ગિસ્તાનથી સમાચાર આવ્યા છે કે ત્યાંના સ્થાનિક લોકોએ ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો. સ્થાનિક લોકો અન્ય પાકિસ્તાની વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવી રહ્યા છે. 

ભારતીય વિદેશ મંત્રાલયે જારી કરી એડવાઈઝરી 

ભારતીયો અને પાકિસ્તાનીઓ સમાન દેખાતા હોવાથી ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ ખતરાને જોતાં આવી સ્થિતિમાં ભારતીય વિદેશ મંત્રાલયે કિર્ગિસ્તાનમાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓ માટે એડવાઈઝરી જારી કરી છે અને તેમને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે.

હિંસા ફાટી નીકળવાનું કારણ શું છે?

કિર્ગિસ્તાનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ વિરુદ્ધ હિંસાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે કેટલાક ઇજિપ્ત અને અરબી વિદ્યાર્થીઓનો સ્થાનિક લોકો સાથે ઝઘડો થયો હતો અને આ દરમિયાન અરબી વિદ્યાર્થીઓ દ્વારા સ્થાનિકો પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. એવો દાવો છે કે આ ઘટના માટે પાકિસ્તાની વિદ્યાર્થીઓ જવાબદાર હતા અને તેના પગલે જ સ્થાનિકોએ પાકિસ્તાની વિદ્યાર્થીઓ પર હુમલો કરી દીધો હતો. 

ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓની લિન્ચિંગ 

સ્થાનિક લોકો દ્વારા કરાયેલા હુમલામાં ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. અન્ય ઘણા વિદ્યાર્થીઓને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. સ્થાનિક લોકોએ વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર હુમલો કર્યો હતો અને ત્યાં જે દેખાયા એ વિદ્યાર્થીઓને માર માર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે હોસ્ટેલમાં હુમલો થયો ત્યાં ઘણા ભારતીય અને બાંગ્લાદેશી વિદ્યાર્થીઓ પણ રહે છે. આવી સ્થિતિમાં આ વિદ્યાર્થીઓ માટે પણ ખતરો છે.

ભારતીય વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જારી કરી 

ભારતીય વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે 'અમે ભારતીય વિદ્યાર્થીઓના સંપર્કમાં છીએ. હાલમાં પરિસ્થિતિ કાબૂમાં છે, પરંતુ વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઘરની અંદર જ રહે અને કોઈપણ સમસ્યાના કિસ્સામાં એમ્બેસીનો સંપર્ક કરે. ભારતના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે પણ કિર્ગિસ્તાનની સ્થિતિ પર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી. 

કિર્ગિસ્તાનમાં હિંસા, 3 પાકિસ્તાની વિદ્યાર્થીઓની હત્યા, ભારતીયો માટે વિદેશ મંત્રાલયની એડવાઈઝરી 2 - image


Google NewsGoogle News