87 બાળકના પિતાનો 2025માં 'સેન્ચુરી'નો ટારગેટ, કહ્યું - 2026 સુધી દરેક દેશમાં મારું બાળક હશે
America: અમેરિકાથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યા 32 વર્ષીય કાયલ ગોર્ડી અત્યાર સુધીમાં 87 બાળકોના પિતા બની ચૂક્યા છે અને હજુ તે 100 બાળકોના પિતા બનવા માગે છે. કાયલ ગોર્ડી સ્પર્મ ડોનર છે, તે અત્યાર સુધીમાં વિશ્વભરમાં 87 બાળકોના જૈવિક પિતા બન્યા છે. તેમનું કહેવું છે કે, 'વર્ષ 2026 સુધીમાં દરેક દેશમાં તેનું એક બાળક હશે.'
કાયલ ગોર્ડીનું મિશન શું છે?
અહેવાલો અનુસાર, 32 વર્ષીય કાયલ ગોર્ડી Be Pregnant Now વેબસાઇટ દ્વારા તેમની સેવાઓ મફતમાં પ્રદાન કરે છે. આજ સુધી, તે વિશ્વભરમાં 87 બાળકોના જૈવિક પિતા રહ્યા છે. તે સ્વીડન, નોર્વે, ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં 14 બાળકોના પિતા બનવાના છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 3 હજારથી વધુ ફોલોઅર્સ છે અને તે પોતાની સેવાઓ માટે મહિલાઓને આમંત્રણ આપે છે. તેણે દાવો કર્યો છે કે, જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાના પોતાના મિશનને ચાલું રાખશે.
'હું આ દેશોની મહિલાઓના સંપર્કમાં છું'
32 વર્ષીય કાયલ ગોર્ડી જણાવ્યું હતું કે, 'આ વર્ષે મને દુનિયાભરમાં થોડા સ્થળોએ મુસાફરી કરવાની તક મળશે. હું એવા દેશોમાં જવા માંગુ છું જ્યાં મેં હજુ સુધી સ્પર્મ ડોનેટ કર્યું નથી. જાપાન અને આયર્લેન્ડ આવા દેશો છે. હું આ દેશોની મહિલાઓના સંપર્કમાં છું. આ કદાચ એવું વર્ષ હશે જ્યારે હું જાપાન, આયર્લેન્ડ અને કોરિયામાં બાળકોનો પિતા બની શકીશ.'
તેમણે જણાવ્યું હતું કે, 'મને સારું લાગે છે કે મેં આ બધી મહિલાઓને જ્યારે પરિવાર શરૂ કરવાનું શક્ય ન લાગ્યું ત્યારે તેમને મદદ કરી.' તમને જણાવી દઈએ કે ગોર્ડી અમેરિકાના પ્રખ્યાત શો '90 ડે ફિયાન્સે'માં પણ જોવા મળી ચૂક્યો છે. આ શોમાં આંતરરાષ્ટ્રીય યુગલોની વાર્તાઓ બતાવવામાં આવી છે.