Get The App

પુતિન સાથે મંત્રણાનો ટ્રમ્પે આપેલો સંકેત ક્રેમ્લીન કહે છે : પ્રમુખ પુતિન તે આવકારશે

Updated: Jan 11th, 2025


Google News
Google News
પુતિન સાથે મંત્રણાનો ટ્રમ્પે આપેલો સંકેત ક્રેમ્લીન કહે છે : પ્રમુખ પુતિન તે આવકારશે 1 - image


- ક્રેમ્લીને વધુમાં કહ્યું : હજી સુધી અમેરિકા તરફથી આવી કોઈ દરખાસ્ત મળી નથી : પરંતુ જો તેમ બનશે તો તે આવકાર્ય છે

વૉશિંગ્ટન, મોસ્કો : અમેરિકાના નવ-નિર્વાચિત પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પે એવો સંકેત આપ્યો હતો કે તેઓ રશિયાના પ્રમુખને મળવા તૈયાર છે. પ્રમુખ પદ ગ્રહણ કર્યા પછી તેઓ પુતિનને મળશે.

ડોનાલ્ડ ટ્રમ્પનાં આ વિધાનોને ક્રેમ્લીને સહર્ષ આવકાર્યાં હતાં અને જણાવ્યું હતું કે હજી સુધી અમેરિકા તરફથી આવી કોઈ દરખાસ્ત મળી જ નથી, આથી જો તેમ બનશે, તો રશિયા તે આવકારશે.

વાસ્તવમાં બંને પ્રમુખોની મંત્રણાઓ યોજાય તો તે વિશ્વની એક મહત્ત્વની રાજકીય ઘટના બની શકે તેમ છે. ટ્રમ્પે વધુમાં તેમ પણ કહ્યું હતું કે તેઓ સત્તા સંભાળશે પછીનાં છ મહિનામાં જ તેઓ પ્રમુખ પુતિનને મળવા માગે છે.

આટલું જ નહીં પરંતુ પુતિનને મળવાની યોજના અત્યારથી જ ઘડાઈ રહી છે. જો કે તેવો ચોક્કસ કયા દીવસો દરમિયાન પ્રમુખે પુતિનને મળશે તે હજી ચોક્સક રીતે જાહેર કર્યું ન હતું.

ક્રેમ્લીનના પ્રવક્તા દીમીત્રી પેસ્કૉવે, ડોનાલ્ડ ટ્રમ્પની આ દરખાસ્ત અંગે પ્રતિભાવ આપતાં કહ્યું હતું કે જો ડૉનાલ્ડ ટ્રમ્પ, ટૉચ કક્ષાની, રશિયા સાથે મંત્રણા કરવા માગે તો અમ તેને આવકારીએ છીએ.

બીજી તરફ રશિયન ન્યૂઝ એજન્સી, તાસે જણાવ્યું હતું કે જો તેઓ (ટ્રમ્પ) ટોચ કક્ષાના સંપર્કો માટે આતુર હોય અને તે ઇચ્છા તેઓ પ્રમુખપદે આવ્યા પછી પણ યથાવત્ રાખે તો પ્રમુખ પુતિન તેને આવકારશે જ.

બીજી તરફ પ્રમુખ પુતિને કહ્યું હતું કે યુક્રેન પ્રશ્ને કોઈ સમાધાન શોધવા ડૉનાલ્ડ ટ્રમ્પ માર્ગ સુચવશે. તેવી સંભાવના છે. આ સાથે પ્રમુખ પુતિને કહ્યું હતું કે હું નથી જાણતો કે તેઓ ક્યારે મને મળશે. તેઓને હજી સુધી તો કશું કહ્યું નથી, મારે તેઓની સાથે છેલ્લાં ૪ વર્ષથી કોઈ વાત થઈ નથી. તેમ છતાં હું તેઓની સાથે મંત્રણા કરવા તૈયાર જ છું.

પોતાના ચૂંટણીપ્રચાર દરમિયાન ટ્રમ્પે વારંવાર કહ્યું હતું કે તેઓ યુક્રેન યુદ્ધમાંથી ઉકેલ શોધવા તૈયાર જ છે. પરંતુ સાથે તેમ પણ કહ્યું હતું કે સમાધાન માટે ઘણો સમય લાગશે, તે કૈં ૨૪ કલાકમાં તો સંભવિત જ નથી. તેઓએ ૭મી જાન્યુઆરીએ આ પ્રમાણે કહેતાં વધુમાં જણાવ્યું હતું કે રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિન સાથે પદ ગ્રહણ કર્યા પછી છ મહીનામાં જ રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતીને સાથે મંત્રણા થઇ શકશે.

Tags :
Donald-TrumpVladimir-Putin

Google News
Google News