પુતિનના આરોગ્ય અંગેની અફવાઓએ ફરી જોર પકડયું : આરોગ્ય અને 'ડબલ'ના ઉપયોગની અફવાઓને ક્રેમ્લીને આપેલો રદીયો
- શુક્રવારે ટેલિવીઝન મુલાકાત સમયે તેઓએ કરેલા કેટલાક વિધાનો પરથી રશિયન પ્રમુખનાં આરોગ્ય વિષે વિવિધ અફવાઓ શરૂ થઈ
મોસ્કો : રશિયાના પ્રમુખ વ્લાદીમીર પુતિને શુક્રવારે આપેલી એક ટીવી મુલાકાતમાં કરેલા કેટલાક વિધાનોથી તેઓના આરોગ્ય અંગે અનેકવિધ અફવાઓ વહેતી થઈ છે. આથી ક્રેમ્લીને તુર્ત જ તે અફવાઓને રદિયો આપ્યો છે.
શુક્રવારે રશિયાની સત્તાવાર ટીવી ચેનલને આપેલી મુલાકાત સમયે પ્રમુખ પુતિન આરોગ્ય મંત્રી મુરારકો સાથે જોવા મળ્યા હતા. તેઓને નાગરિકોને ફલુની રસી લેવાનો અનુરોધ કરતાં તેમ પણ કહ્યું હતું કે તેઓએ પણ તે રસી લઈ લીધી છે. તેટલું જ નહીં પરંતુ તેઓ નિયમિત રીતે હેલ્થ ચેક અપ કરાવતા રહે છે.
આ સાથે પુતિનનાં આરોગ્ય અંગે વિવિધ અફવાઓ શરૂ થઈ ગઈ હતી. પરંતુ ક્રેમ્લીને તેને સ્પષ્ટ રદિયો આપતાં કહ્યું હતું કે, તે વિધાનો તેઓને નાગરિકોને રસી લેવા તથા નિયમિત રીતે હેલ્થ ચેકઅપ કરાવવા કહ્યું હતું.
પ્રમુખ પુતિન ઘણીવાર પોતાના ડબલ ને જ કાર્યક્રમોમાં મોકલે છે. તેવી પણ અફવા વહેતી થઈ હતી. ૨૦૨૨માં પ્રમુખ પુતિને યુક્રેન ફ્રન્ટની મુલાકાત સમયે તેઓના ડબલ (તેમની જેવી જ દેખાતી વ્યકિત) ને મોકલી હતી તેમ યુક્રેનના મેજર જનરલ કીરીબો બુડાનોએ કહ્યું હતું. કે તેઓને બદલે તેઓનો 'ડબલ' આવ્યા છે. તે તેના કાન અને તેની ઉભા રહેવાની તથા હાલચાલની પદ્ધતિ પરથી જાણી શકાયું હતું. એક અન્ય યુક્રેની અધિકારી આંદ્રી પુસૈવ યુક્રેનના પ્રવદાને જણાવ્યું હતું કે અમારા જાસૂસી તંત્રને પણ તે ડબલ છે તેમ તેની હાલચાલની પદ્ધતિ અને દેહયષ્ટિ ઉપરથી કહી શકાય તેમ હતું.
ક્રેમરીને આ આક્ષેપો ઉપજાવી કઢાયેલા કહ્યા હતા.