જાણો, ઓસ્ટ્રેલિયામાં કેટલાક લોકો ઉઘાડા પગે કેમ ચાલવા લાગ્યા છે,

સ્કૂલોમાં પણ ખુલ્લા પગે ચાલવાના ફાયદા સમજાવાય છે

કેટલાકને ખુલ્લાપણું અને આઝાદીનો અહેસાસ થાય છે

Updated: May 15th, 2024


Google NewsGoogle News
જાણો, ઓસ્ટ્રેલિયામાં કેટલાક લોકો  ઉઘાડા પગે કેમ ચાલવા લાગ્યા છે, 1 - image


સિડની,૧૫ મે,૨૦૨૪,બુધવાર 

માણસ સદીઓથી પગના રક્ષણ માટે અને આધુનિક સમયમાં ફેશન માટે પણ જુતા પહેરે છે. માણસ છેલ્લા ૪૦ હજાર વર્ષથી જુતા પહેરવાનું જાણતો હોવાનું માનવામાં આવે છે જો કે નવાઇની વાત તો એ છે કે  ઓસ્ટ્રેલિયામાં રહેતા કેટલાક લોકોમાં ખુલ્લા પગે ચાલી રહયા છે. લોકો પબ,પાર્ટી,ઓફિસ અને શોપિંગના સ્થળે દરેક જગ્યાએ ખૂલ્લા પગે જોવા મળે છે. મોટા ભાગના રોડ થી પ્લે ગ્રાઉન્ડ સુધીના વૉક એરિયામાં ખુલ્લા પગે જોવા મળે છે. કેટલાક પગનું ખુલ્લાપણું અને આઝાદીનો અહેસાસ કરી રહયા છે. 

જાણો, ઓસ્ટ્રેલિયામાં કેટલાક લોકો  ઉઘાડા પગે કેમ ચાલવા લાગ્યા છે, 2 - image

માઇક્રોબ્લોલિંગ પ્લેટફોર્મ એકસ પર એક હેન્ડલ પરથી વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકો ઉઘાડા પગે ફરતા જોવા મળે છે. સ્કૂલોમાં પણ ખુલ્લા પગે ચાલવાના ફાયદા સમજાવવામાં આવી રહયા છે. પર્થની એક સ્કૂલમાં સારા બોડી પોશ્ચર, મજબૂત પગ અને ફિટનેસના ફાયદા ગણાવીને સ્ટુડન્ટસને બુટ પહેર્યા વિના સ્કૂલમાં આવવાની છુટ મળી છે.

  જો કે ખુલ્લા પગે ઉરવાનો ટ્રેન્ડ નવો નથી. અમેરિકાના પ્રતિષ્ઠિત અખબારના રાઇટર સેથ કુગલેએ ૨૦૧૨માં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની યાત્રા દરમિયાન ખુલ્લા પગે ચાલવાનો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જે શહેરોમાં ફૂટપાથ અને રસ્તાઓ સ્વચ્છ હોય છે ત્યાં ખુલ્લા પગે ફરવું વધારે સુલભ ભરેલું છે. 


Google NewsGoogle News