જાણો, ઇઝરાયેલના પીએમ નેતન્યાહુ અને હમાસ ચીફ વિરુધ કોણે અરેસ્ટ વોરન્ટની માંગ કરી
આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાકિસ્તાની મૂળના પ્રોસિકયૂટરે કેસ કર્યો છે
ગાજામાં સેંકડો નિદોર્ષોના મોત માટે ઇઝરાયલ અને હમાસ જવાબદાર
લંડન,૨૦ મે,૨૦૨૪,સોમવાર
ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે (આઇસીસી)ઇઝરાયેલ અને હમાસ વચ્ચે એક મુકદમો ચાલી રહયો છે ત્યારે આ કેસ સંદર્ભમાં ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ અને હમાસના ટોપ -૩ લિડરના આરોપી ગણાવાયા છે.
આ તમામ નેતાઓ વિરુધ અરેસ્ટ વોરન્ટ કાઢવાની માંગણી કરવામાં આવી છે. ગત વર્ષ ૭ ઓકટોબરના રોજ હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો અને ત્યાર પછી તેના જવાબમાં ઇઝરાયેલ હમાસના ખાત્મા માટે હુમલો કર્યો પરંતુ ગાજામાં મોટી સંખ્યામાં નિદોર્ષ લોકોના મોત થયા છે.
આના માટે ઇઝરાયેલના નેતન્યાહુ અને હમાસ લિડરોને જવાબદાર ગણવામાં આવ્યા છે. ઇન્ટરનેશલ ક્રિમિનલ કોર્ટમાં પ્રોસિકયૂટર કરીમ અસદ અહમદખાને અરજી દાખલ કરી છે. પાકિસ્તાની મૂળના આ બ્રિટિશ વકિલની અરજી ગ્રાહિય રાખવામાં આવશે તો ઇઝરાયેલની પીએમ, રક્ષામંત્રી યોવ ગેલેંટ, હમાસના ચીફ યાહ્વા સિનવાર, ઇસ્માઇલ હનિયાહ અને મોહમ્મદ દિયાબ ઇબ્રાહિમ અલ મંસરીનું અરેસ્ટ વોરન્ટ નિકળી શકે છે.
પ્રોસિકયૂટર દ્વારા અરેસ્ટ વોરન્ટની માંગ પણ કરવામાં આવી છે. વોરન્ટની માંગ એક પ્રક્રિયાના ભાગરુપે જ કરવામાં આવે છે. આ કેસની આંતરરાષ્ટ્રીય કોર્ટમાં લાંબી સુનાવણી ચલાવે છે. જો પુરતા પુરાવા જણાય તો આરોપીને સ્વૈચ્છાએ હાજર રહેવા જણાવવામાં આવે છે. જો કે આરોપીને હાજર રાખવા માટે આઇસીસીના સભ્ય દેશોની અનુમતિ લેવી જરુરી બને છે.
આઇસીસી ન્યાયાધિશો સમક્ષ કેસ ચાલે છે તેના આધારે આરોપીઓ દોષી ઠરે છે અથવા તો કેસ ફગાવી દેવામાં આવે છે. અગાઉ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુધ પણ અદાલતે વોરન્ટ કાઢયું હતું. પુતિનને યુક્રેન યુધ્ધમાં માનવ ત્રાસદી માટે યુદ્દધ આરોપી ગણવામાં આવ્યા હતા. જો કે પુતિનના અરેસ્ટ વોરન્ટનું હજુ સુધી પાલન થયું નથી.