હમાસ બાદ હુથી ચર્ચામાં, જાણો કોણ છે આ બળવાખોરો જેમણે ઈઝરાયલ સાથેના યુદ્ધમાં કરી એન્ટ્રી
ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં હુથી બળવાખોરોનો પ્રવેશ
હુથી બળવાખોરોએ એક જહાજને પણ કર્યું છે હાઇજેક
Houthi rebels: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારોથી વધુ લોકોના જીવ ગયા છે. તેમજ કરોડોનું આર્થિક નુકસાન થયું છે. તેમાં છતાં આ યુદ્ધ પૂરું થયું નથી. આ ઉપરાંત ઇઝરાયલ અને હમાસના યુદ્ધમાં હવે હુથી બળવાખોરોએ પણ પ્રવેશ કર્યો છે. તેમણે એક જહાજને હાઇજેક કર્યું છે. આથી તેમના પ્રવેશ અને હાઇજેકના કારણે તે હાલ ખુબ ચર્ચામાં છે. પરંતુ આખરે આ હુથી બળવાખોરો કોણ છે, તે જાણીએ.
હુથી બળવાખોરો કોણ છે?
પશ્ચિમ એશિયામાં એક આર્બા દેશ યમન છે. ત્યાં એક સંગઠન છે જેને હુથી તરીકે ઓળખવામાં આવે છે. આ સંગઠનની રચના 1990માં થઇ હતી. આ સમયમાં યમનના પ્રમુખ અબ્દુલ્લા સાલેહ હતા. પોતાની સરકારમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે લડવા માટે હુસૈન અલ હુથી નામના વ્યક્તિએ આ સંગઠનની સ્થાપના કરી હતી. તેના થોડા સમય બાદ જ આ બળવાખોર સંગઠન આદિવાસી સંગઠનમાં ફેરવાઈ ગયું. હુથી બળવાખોર
અમેરિકા અને ઈઝરાયલને પોતાના કટ્ટર દુશ્મન માને છે.
આ બંને દેશ હુથી સંગઠનના દુશ્મન છે, ત્યારે ઈરાનના આતંકવાદી સંગઠનો હિજાબ બોલા અને ગાઝાના હમાસને સમર્થન આપે છે. દર વર્ષે હુથી બળવાખોરોનો પ્રભાવ યમનમાં વધી રહ્યો છે. આથી 2015માં સંગઠનના દબાણના કારણે તત્કાલિન રાષ્ટ્રપતિ હાદીને યમનમાંથી ભાગવું પડ્યું હતું. ત્યારબાદ સાઉદી અરેબિયાએ પોતાની સેના મોકલી અને યમનમાં હાદીની સરકાર પાછી મેળવી. આ ઘટના બાદ હુથી સંગઠન સાઉદી અરેબિયાને પણ પોતાનો દુશ્મન માનવા લાગ્યો.
હુથી બળવાખોરો દ્વારા શા માટે કરવામાં આવ્યો હુમલો?
ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના આક્રમણને રોકવા માટે ઈઝરાયલ અને તેમને સપોર્ટ કરતા દરેક જહાજને નિશાન બનાવશે તેવી જાણકારી હુથી બળવાખોરો દ્વારા આપવામાં આવી હતી. આ કારણે તેમને ઘણા જહાજોને હુમલાના નિશાન બનાવ્યા છે. જહાજો પર મિસાઈલ દ્વારા હુમલા પણ કરવામાં આવ્યા છે. ત્યારે સામે અમેરિકન આર્મીએ આ બળવાખોરો દ્વારા છોડવામાં આવેલી મિસાઈલ અને એક ડઝનથી વધુ ડ્રોન તોડી પાડી છે.
ભારત આવતા કાર્ગોને કર્યું હતું હાઇજેક
હુથી બળવાખોરોએ નવેમ્બર મહિનામાં તુર્કીથી ભારત આવતા કાર્ગો શિપને હાઇજેક કર્યું હતું. હુથી દ્વારા આ કાર્ગો ઇઝરાયેલનું હોવાનું કહેવામાં આવ્યું હતું પણ આ બાબતે ઇઝરાયલે ઇન્કાર કર્યો હતો. પરંતુ તપાસ કરતા આ શિપનો માલિક ઇઝરાયલનો અરબપતિ અબ્રાહમ રામી ઉંગર હતા.