જાણો, દરિયાના પેટાળમાં 13000 ફૂટ ઉંડે પેદા થતો ડાર્ક ઓકિસજન શું છે?

કલેપિયૉન -કિલપર્ટન ઝોનમાં ધાતુના નાના નૉડયૂલ્સ મળ્યા છે

આ નાના નૉડયૂલ્સ ખૂદ પોતાનો ઓકિસજન બનાવે છે

Updated: Jul 25th, 2024


Google NewsGoogle News
જાણો, દરિયાના પેટાળમાં 13000 ફૂટ ઉંડે પેદા થતો ડાર્ક ઓકિસજન શું છે? 1 - image


લંડન,૨૫ જુલાઇ,૨૦૨૪, ગુરુવાર 

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે દરિયાઇ વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પૃથ્વી પર ઓકિસજન ઉમેરે છે પરંતુ દરિયાના ઉંડાણમાંથી મળેલા ડાર્ક ઓકિસજનથી વૈજ્ઞાાનિકો આશ્ચર્યચકિત થયા છે. ઉત્તરી પ્રશાંત મહાસાગરના કલેપિયૉન -કિલપર્ટન ઝોનમાં ધાતુના નાના નાના નૉડયૂલ્સ મળ્યા છે. દરિયાની તળેટીમાં ફેલાયેલી આ નાના ગોળાકાર ગેંદ ખૂદ પોતાનો જ ઓકિસજન બનાવે છે.

અહીંયા સૂર્યના કિરણો પહોંચી શકતા ન હોવાથી વૈજ્ઞાાનિકોએ આનું નામ ડાર્ક ઓકિસજન આપ્યું છે. ધાતુઓના ગોળાકાર બટાટા જેવા આકારના છે જે એકદમ અંધારામાં ઓકિસજન પેદા કરે છે. સ્કોટિશ એસોસિએશન ફોર મરીન સાયન્સના વૈજ્ઞાનિક એન્ડ્રયુ સ્વીટમેને જણાવ્યું હતું કે ડેટા મળ્યા તો અમને એવો વહેમ પડયો કે સેન્સર ખરાબ થઇ ગયું છે. આ એવું સ્થળ જયાં ઓકિસજન વપરાય છે ઉત્પાદિત ન થતો હોવાથી અમે ડઘાઇ ગયા હતા.

જાણો, દરિયાના પેટાળમાં 13000 ફૂટ ઉંડે પેદા થતો ડાર્ક ઓકિસજન શું છે? 2 - image

ફરીથી તપાસ કરવામાં આવતા પણ આ પરિણામ જ મળ્યું હતું. ઘાતુના બોલ્સમાંથી ઓકિસજન બહાર નિકળતો હતો.આ ધાતુના બોલ્સ ઇલેકટ્રોલાઇસિસના દ્વારા ઓકિસજન પ્રોડકશન કરે છે. ઇલેકટ્રિક ચાર્જની હાજરીમાં ઓકિસજન અને હાઇડ્રોજન છુટા પડે છે. આ ઇલેકટ્રિકલ ચાર્જમાંથી ઓકિસજન પેદા થઇ રહયો છે. દરિયામાં મેટલ નૉડયૂલ્સની અંદર જોવા મળતા મેટલ આયન જયારે ઇલેકટ્રોન્સનું વિભાજન કરે છે ત્યારે ઇલેકટ્રીકલ ચાર્જ નિકળે છે.

આ પોલીમેટાલિક નૉડયૂલ્સ ૧૦ થી ૧૨ હજાર ફૂટના ઉંડાણમાં જોવા મળે છે.કલેરિયૉન કિલપર્ટન સમુદ્રની અંદરનો મેદાની વિસ્તાર છે. હવાઇ અને મેકિસકોની વચ્ચે ૪૫ લાખ વર્ગ કિલોમીટરમાં ફેલાયેલો છે. દરિયાના ઉંડાણમાં ઓકિસજન ધીમે ધીમે ઓછો થઇ રહયો છે કારણ કે ફોટોસિંથેસિસ કરવાવાળા જીવ રહયા નથી પરંતુ નોડયૂલ્સ ડાર્ક ઓકિસજન પેદા કરે છે. ડાર્ક ઓકિસજનની શોધ જે ૧૩૦૦૦ ફૂટ ઉંડાઇએ થઇ છે જયાં પાણીમાં હિલચાલ કે સૂર્ય પ્રકાશ હોતો નથી. 


Google NewsGoogle News