જાણો, ૨૦૨૩ના વર્ષમાં ભારતીયોએ ગુગલ પર સૌથી વધારે શું શોધ્યું ?

રેસિપીમાં કેરીનું અથાણુ, સેકસ ઓન ધ બીચ નામનું કોકટેલ અને પંચામૃતનો સમાવેશ

સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યું જેમાં ચંદ્રયાન -૩ સૌથી ટોપ ઉપર

Updated: Dec 15th, 2023


Google NewsGoogle News


જાણો, ૨૦૨૩ના વર્ષમાં ભારતીયોએ ગુગલ પર સૌથી વધારે શું શોધ્યું ? 1 - image

નવી દિલ્હી,૧૫ ડિસેમ્બર,૨૦૨૩,શુક્રવાર 

ઇન્ટરનેટના જમાનામાં સ્માર્ટફોન હાથવગો હોય ત્યારે લોકો કોઇ પણ માહિતી માટે લોકપ્રિય સર્ચ એન્જીન ગુગલ પર સર્ચ કરતા હોય છે. દર વર્ષે સૌથી વધારે શું શોધવામાં લોકોને રસ પડયો તે અંગે માહિતી બહાર પાડવામાં આવે છે. ૨૦૨૩નું વર્ષ બે અઠવાડિયા પછી વિદાય લેશે તે પહેલા ગુગલ ૨૦૨૩ના ટ્રેંડસ મુજબ ભારતમાં સૌથી વધુ વસ્તુઓ શોધવામાં આવી જેમાં ચંદ્રયાન સૌથી ટોપ પર છે. 

ગુગલ ન્યુઝ પર ભારતમાં સૌથી વધુ સર્ચ થયેલા કીવર્ડસમાં ચંદ્રયાન -૩ પછી કર્ણાટક ચુંટણીના પરિણામો અને ઇઝરાયેલને લગતા સમાચારોનો સમાવેશ થાય છે. લોકોએ ગુગલ પર સૌથી વધુ સવાલ જી ૨૦ અંગે પુછયા છે. ત્યાર પછી યુસીસી એટલે કે યૂનિફોર્મ સિવિલ કોડ શું છે ? તથા ચેટજીપીટીનો સમાવેશ થાય છે.

જાણો, ૨૦૨૩ના વર્ષમાં ભારતીયોએ ગુગલ પર સૌથી વધારે શું શોધ્યું ? 2 - image

ગુગલ પર હાઉ ટુ ટ્રેંડસમાં સૌથી વધારે ત્વચા અને વાળને તડકાથી બચાવવાનો ઉપાયનો સમાવેશ થાય છે. લોકોએ એ પણ જાણવા ઇચ્છતા હતા કે યૂ ટયૂબ પર પ્રથમ પાંચ હજાર ફોલોઅર્સ કેવી રીતે મેળવવા? આ ઉપરાંત કબડ્ડીમાં સારા ખેલાડી બનવા માટે શું કરવું તેનો સમાવેશ થાય છે. સ્પોર્ટસની વાત કરીએ તો આઇપીએલને ક્રિકેટના વિશ્વકપ કરતા પણ વધારે સર્ચ કરવામાં આવ્યું. ક્રિકેટ વિશ્વકપ બીજા ક્રમે જયારે એશિયા કપ ત્રીજા ક્રમે હતો. મેચમાં ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા અંગે સૌથી વધારે સર્ચ થયું હતું.

હસ્તીઓની વાત કરીએ તો એકટર કિયારા અડવાણી ત્યાર પછી ક્રિકેટર શુભમન ગિલ તથા ત્રીજા ક્રમે રચિન રવિન્દ્ર,મોહમ્મદ શમી અને એલ્વિશ યાદવના નામ ટોપ ફાઇવમાં રહયા હતા. ફિલ્મોની વાત કરીએ તો જવાન ત્યાર પછી ગદર-૨ અને ઓપેનહાઇમરને ત્રીજા ક્રમે સર્ચ કરી હતી. રેસિપીની વાત કરીએ તો કેરીનું અથાણુ, સેકસ ઓન ધ બીચ નામનું કોકટેલ અને પંચામૃત રેસિપીનો સમાવેશ થતો હતો.



Google NewsGoogle News