Get The App

વિશ્વની આ સોનાની ખાણો જે સૌથી વધારે ઉત્પાદન કરે છે સોનુ, ઉઝબેકિસ્તાન છે નંબર વન

મુરુન્તાઉ ખાણ ઘણા સમય સુધી દુનિયામાં નંબર વનનું સ્થાન જાળવી રાખશે

મધ્ય સાઇબેરિયામાં ક્રાસ્નોયાર્સ્ક ક્રાઇના ઓલિમ્પિયાડા સોનાની આવેલી છે

Updated: Jul 31st, 2024


Google NewsGoogle News
વિશ્વની આ સોનાની ખાણો જે સૌથી વધારે ઉત્પાદન કરે છે સોનુ, ઉઝબેકિસ્તાન છે નંબર વન 1 - image


ન્યૂયોર્ક,31 જુલાઇ,2024,બુધવાર 

સૌથી મોંઘી ધાતું જેના રોજબરોજ ભાવ બદલાતા રહે છે. સોનાની માંગ કરતા તેનું ઉત્પાદન ઓછું રહે છે આથી સોનાની ખાણોમાં દિવસ રાત સોનું ગાળવાની પ્રોસેસ ચાલતી રહે છે. જો કે ઉત્પાદન ખર્ચ વધતો જતો હોવાથી કયારેક સોનાની ખાણ બંધ પણ થવા લાગી છે. દુનિયામાં ટોપ ૮ સોનાની ખાણોનો પરીચય કરવો રસપ્રદ છે જે સોનું પુરું પાડે છે. 

વિશ્વની આ સોનાની ખાણો જે સૌથી વધારે ઉત્પાદન કરે છે સોનુ, ઉઝબેકિસ્તાન છે નંબર વન 2 - image

ઉઝબેકિસ્તાન- મુરુન્ટાઉ ખાણ, ૧૯૬૭માં શરુ થયેલી આ સોનાની ખાણ ઉઝબેકિસ્તાનના કિસિલકુમના કાંકરી અને રેતીના રણમાં રાજધાની તાશ્કંદથી ૩૦૦ કિમી દૂર પશ્ચિમમાં આવેલી છે.  ૧૯૫૮માં આ ખાણની શોધ થઇ ત્યાર પછી ખોદકામ શરુ કરવામાં ૯ વર્ષ લાગ્યા હતા. ત્યાર પછી સોનાની ખાણમાં અત્યાર સુધી અવિરત ખોદકામ ચાલી રહયું છે. મુરુન્તાઉ ખાણનું સોનાનું ઉત્પાદન ૨૦૧૦માં ૫૧ ટન હતું જે ૨૦૨૧માં વધીને ૮૨ ટન થયું હતું. આ ખાણમાં સોનાનો ભંડાર ૪ હજાર ટન જેટલો છે. આ સોનાની ખાણ સોનાના ઉત્પાદનમાં ઘણા સમય સુધી દુનિયામાં નંબર વનનું સ્થાન જાળવી રાખશે. આ ખાણનું સંચાલન ઉઝબેક સરકાર દ્વારા કરવામાં આવે છે. 

વિશ્વની આ સોનાની ખાણો જે સૌથી વધારે ઉત્પાદન કરે છે સોનુ, ઉઝબેકિસ્તાન છે નંબર વન 3 - image

કાર્લિન ગોલ્ડ માઇન નેવાડા- નેવાડામાં કાર્લિન સોનાની ખાણ ૧૯૬૫માં કાર્યરત થઇ હતી. કાર્બનના કારણે માટીનો રંગ જૂદો જોવા મળે છે આથી આ ખાણને અદ્રષ્ય સોનાની થાપણ કહેવામાં આવે છે. કાર્લિન સોનાની ખાણમાંથી ૨૦૨૦માં ૫૧ ટન જેટલું સોનું પ્રાપ્ત થયું હતું. ૨૦૨૧માં થોડુંક ઘટીને ૪૯.૨ ટન સોનું મળ્યું હતું. આ ખાણના ખુલ્લા ખાડાનું માપ ૨૦૦૦ મીટર એટલે કે ૨ કિમી જેટલું છે. સોનાની ખાણમાં વધુ ઉત્પાદનની  શકયતાઓ રહેલી છે. આ ખાણ વર્ષોથી અવિરત ચાલતી રહી છે. આસપાસના વિસ્તારમાં પણ કાર્લિન પ્રકારની સોનાની ખાણો હોવાની શકયતા છે.  

(૩)વિશ્વની આ સોનાની ખાણો જે સૌથી વધારે ઉત્પાદન કરે છે સોનુ, ઉઝબેકિસ્તાન છે નંબર વન 4 - image

ઓલિમ્પિયાડા ખાણ, રશિયા -  મધ્ય સાઇબેરિયામાં ક્રાસ્નોયાર્સ્ક ક્રાઇમાં આવેલી ઓલિમ્પિયાડા સોનાની ખાણ જાણીતી છે. રશિયાનું સૌથી મોટું ખાણ જૂથ છે. વિશ્વની પાંચ સૌથી મોટી ખાણમાંની એક છે. ૨૦૨૦માં ખાણમાંથી ૩૭ ટન અને ૨૦૨૧માં ૪૩.૨ ટન સોનું કાઢવામાં આવ્યું હતું. ઓલિમ્પિયાડા ખાતે સોનાની ખાણ પર પ્રક્રિયા કરવા માટે  સંપૂર્ણ ક્ષમતા સાથે કામ કરે છે, જે ફકત ઓપન કાસ્ટ માઇનિંગ દ્વારા કાઢવામાં આવે છે. ભવિષ્યમાં ૧૩૬૦ ટન સોનું ખનન થઇ શકાય છે તેવું ધારવામાં આવી રહયું છે.

વિશ્વની આ સોનાની ખાણો જે સૌથી વધારે ઉત્પાદન કરે છે સોનુ, ઉઝબેકિસ્તાન છે નંબર વન 5 - image

 પ્યૂબલો વિએજો, ડોમિનિકન રિ પબ્લીક,- ડોમિનિકન રાજધાની સાન્ટોડોમિંગોથી લગભગ ૧૦૦ કિલોમીટરના અંતરે સાંચેઝ રેમિરેઝ પ્રાંતમાં આવેલી છે. સોનાની આ ખાણનું વ્યવસાયિક ઉત્પાદન ૧૯૭૫માં શરુ થયું હતું. લેટિન અમેરિકામાં સોનાનું ઉત્પાદન કરતી સૌથી ટોચની ખાણ છે. પ્રથમ દાયકા સુધી ઓપન પિટ ખાણ ડોમિનિકન ખાણકામ કંપની રોઝારિયો ડોમિનિકા દ્વારા સંચાલિત કરવામાં આવતી હતી. જેણે ૧૯૯૯ પછી વિપરિત આર્થિક સંજોગોમાં ભાવતાલ ના બેસતા ખાણ ૧૩ વર્ષ સુધી નિષ્ક્રિય પડી રહી હતી. ૨૦૧૨માં પ્યુબ્લો વિએજો ખાણનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. ૨૦૨૦માં સોનાનું ઉત્પાદન વોલ્યૂમ ૨૮ ટન હતું જે વધીને ૨૦૨૧માં ૩૦.૬ ટન થયું હતું. આ ખાણમાંથી કુલ ૧૮૬ ટન જેટલું સોનુ નફાકારક રીતે કાઢી શકાય છે. 

વિશ્વની આ સોનાની ખાણો જે સૌથી વધારે ઉત્પાદન કરે છે સોનુ, ઉઝબેકિસ્તાન છે નંબર વન 6 - image

ગ્રાસબર્ગ માઇન કોમ્પલેક્ષ- પ્રશાંત મહાસાગરના રિંગ ઓફ ફાયર માં ઇન્ડોનેશિયન પ્રાંત પશ્ચિમ ન્યુ ગિનીમાં આવેલી છે. ગ્રાસબર્ગ એ દરિયાની સપાટીથી ૪૨૭૦ મીટરની અત્યંત ઉંચાઇ પરની વિશાળ ખાણ છે. ઇન્ડોનેશિયાની સરકાર મલ્ટી નેશનલ માઇન કંપની સાથે મળીને સોનું અને તાંબુ બહાર કાઢે છે. ૨૦૨૦માં ગ્રાસબર્ગ ખાતે ૨૬.૪ ટન સોનું બહાર કાઢવામાં આવ્યું હતું. આ સોનાની ખાણ સોના ઉત્પાદનમાં ઘણા સમયથી અગ્રણી છે. ૧૯૩૬માં ડચ ભૂસ્તરશાસ્ત્રી જીન ડેકસ ડોઝી દ્વારા શોધવામાં આવી હતી. આ ખાણમાં હજુ ૮૮૦ ટન સોનું અનામત પડયું છે. ગ્રાસબર્ગ માઇન કોમ્પલેક્ષ જળચર જીવો માટે હાનિકારક પ્રદૂષણ ફેલાવે છે તેવો વિવાદ પણ ચાલતો રહે છે. 

વિશ્વની આ સોનાની ખાણો જે સૌથી વધારે ઉત્પાદન કરે છે સોનુ, ઉઝબેકિસ્તાન છે નંબર વન 7 - image

 બેન્ડિંગ ટોન ઓસ્ટ્રેલિયા -  સોનાની આ ખાણમાં ૧૯૮૭માં ખનન કાર્ય શરુ થયું હતું. જો કે આ ખાણમાં ખનન કાર્યની નિરંતરતા જળવાતી નથી પરંતુ રિઝર્વ જથ્થો સારા એવા પ્રમાણમાં છે. ૨૦૦૧માં સોનાનું ઉત્પાદન બંધ થયું હતું. ૯ વર્ષ પછી ૨૦૧૦માં ફરી ઉત્પાદન શરુ થયું હતું. આ ખાણની માલિકી અમેરિકાનું બેક ગ્રાઉન્ડ ધરાવતી કંપની સંભાળે છે.  વર્ષ ૨૦૧૬માં ૨૫ ટન સોનું ઉત્પાદન કર્યુ હતું. ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સ, સિટી ઓફ ઓરેન્જ ૨૦ કિમી દૂર દક્ષિણમાં કેડિયા ખીણમાં પણ સોના અને તાંબાનું ઉત્પાદન થાય છે જે ઓસ્ટ્રેલિયામાં બીજી સૌથી મોટી ઓપન કટ ખાણ છે. 

વિશ્વની આ સોનાની ખાણો જે સૌથી વધારે ઉત્પાદન કરે છે સોનુ, ઉઝબેકિસ્તાન છે નંબર વન 8 - image

 કોર્ટેજ યુએસએ- ઉત્તરી અમેરિકા- નેવાડા પાસે આવેલી આ ગોલ્ડ માઇને ૨૦૧૬માં ૩૩ ટન સોનાનું ઉત્પાદન કર્યુ હતું. અમેરિકાનું એક ગોલ્ડ કોર્પોરેશન તેની માલિકી ધરાવે છે. ગોલ્ડ સ્ટ્રાઇક પણ સોનાની ખાણ પણ ઉત્તર અમેરિકામાં જાણીતી છે. કેનેડાની ગોલ્ડ કંપની તેની માલિકી ધરાવે છે. ૨૦૧૭માં ૩૪ ટન સોનાનું ઉત્પાદન કર્યુ હતું. સોનાના ઉત્પાદનમાં વધઘટ થયા કરે છે. 


Google NewsGoogle News