જાણો, ઇસ ૧૮૯૬માં આ મહાનુભાવે મોડર્ન ઓલિમ્પિકસની શરુઆત કરી હતી.
જયાં પ્રાચિન જમાનામાં રમત સ્પર્ધા થતી તે ગ્રીસમાં જ પહેલો ઓલિમ્પિકસ યોજયો
ગ્રીસના સાહિત્યકાર ડેમેસ્ટ્રીઅસ વિકેલાસ આઓસીના પહેલા પ્રેસિડેન્ટ બન્યા હતા
પેરિસ,26 જુલાઇ,2024,શુક્રવાર
દર 4 વર્ષે યોજાતા ઓલિમ્પિકસ ગેમ્સનો ફ્રાંસના પેરિસમાં પ્રારંભ થઇ ગયો છે. દર ચાર વર્ષે યોજાતા ખેલ મહાકુંભની શરુઆત ફ્રાંસના પેરી ડી કુબાર્ટિને ઇસ ૧૮૯૬માં કરી હતી. ગ્રીસમાં રમાયેલા પહેલા ઓલિમ્પિકસમાં ૧૫ દેશોના ૨૦૦ જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો.
૧ જાન્યુઆરી ૧૮૬૩માં રોજ ઉમરાવ પરીવારમાં જન્મેલા કુબાર્ટિન વિદ્વાન ઇતિહાસકાર અને શિક્ષણકાર ની રાજકિય કુનેહના કારણે મોર્ડન ઓલિમ્પિકસ શરુ થઇ શકયો હતા કુબાર્ટિનને એક એજયુકેશન ફિલ્ડના માણસ તરીકે સ્કૂલમાં શારીરિક શિક્ષણ અને સ્પોર્ટસની પ્રવૃતિમાં ખૂબજ રસ પડતો હતો.તેઓ મોરલ અને સોશિયલ સ્ટેન્થ માટે સ્પોર્ટસને ખૂબ મહત્વ આપતા હતા.
કુબાર્ટિેનને પ્રાચિન ઇતિહાસ ફંફોસતા માલૂમ પડયું કે સદીઓ પહેલા ગ્રીસના એથેન્સમાં વિવિધ પ્રકારની સ્પોર્ટસની હરીફાઇઓ યોજાતી હતી. આ એવી પરંપરા હતી જેના કારણે બે રાજયો વચ્ચેના યુદ્ધ પણ અટકી જતા હતા.આથી.આ પ્રાચિન પરંપરાને જીવંત કરવા તેમણે ગ્રીસ સરકારનો સંપર્ક કર્યો હતો.તેમની ઇચ્છા પ્રાચિન જમાનામાં રમત સ્પર્ધા યોજાતી ત્યાંથી જ આધુનિક ઓલિમ્પિકસની શરુઆત કરવાની હતી.
તેમના આ પ્રયત્નમાં વિલિયમ પેની બુ્રકસ નામની વ્યકિતનો પણ મોટો ફાળો હતો. જે લંડનના ક્રિસ્ટલ પેલેસમાં ઇસ ૧૮૬૬માં નેશનલ ઓલિમ્પિકસનું આયોજન કરવાનો પણ અનુભવ ધરાવતા હતા.કુબાર્ટિનને ઇસ ૧૮૯૪માં પહેલી વાર ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની સ્થાપનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.તેમણે ગ્રીસના સાહિત્ય અને ઇતિહાસ રસિક ડેમેસ્ટ્રીઅસ વિકેલાસ આ આંતરરાષ્ટ્રીય સ્પોર્ટસ સંગઠનના પ્રેસિડેન્ટ બનાવ્યા હતા.
કુબાર્ટિન ખુદ પણ ૧૯૨૨ થી ૧૯૩૭ સુધી આઇઓસીના માનદ પ્રેસિડન્ટ રહયા હતા. તેમણે અનેક જર્નલ અને મેગેઝીનોમાંઆર્ટિકલ પણ લખ્યા હતા. કુબાર્ટિને સ્પોર્ટસ,શારીરિક શિક્ષણ તથા ઇતિહાસને લગતા અનેક પુસ્તકો પણ પ્રગટ કર્યા હતા. ઇસ ૧૯૧૨માં સ્ટોકહોમ ખાતે રમાયેલા ઓલિમ્પિકસમાં તેમને સાહિત્યનો ગોલ્ડ મેડલ પણ આપવામાં આવ્યો હતો. જો કે આર્ટ કેમ્પિટીશનએ ઓલિમ્પિકસનો ભાગ ગણવામાં આવી ન હતી. ૨ સપ્ટેમ્બર ૧૯૩૭ના રોજ કુબાર્ટિનનું જિનિવા ખાતે અવસાન થયું હતું.