ઈઝરાયેલના યહૂદીઓમાં થાય છે કોન્ટ્રાક્ટ મેરેજ, ફરે છે ફેરા, જાણો તેના 'કિડ્ડુશિન' અંગેની વાત
આ ધર્મની સંસ્કૃતિમાં લગ્નની પરંપરામાં અન્ય ધર્મની ઝલક દેખાય છે
તેમ છતાં દુનિયામાં ઘણી જગ્યાએ ફેલાયેલા આ ધર્મમાં માનતા લોકોમાં ઘણી પરંપરા અને રિવાજોમાં ફેરફાર જોવા મળે છે
Jewish Marriage Traditions: યહૂદી બહુ જુના ધર્મોમાંથી એક છે. પરંતુ આ ધર્મની સંસ્કૃતિમાં લગ્નની પરંપરામાં અન્ય ધર્મની ઝલક દેખાય છે. તેમ છતાં દુનિયામાં ઘણી જગ્યાએ ફેલાયેલા આ ધર્મમાં માનતા લોકોમાં ઘણી પરંપરા અને રિવાજોમાં ફેરફાર જોવા મળે છે.
પરંપરાઓમાં પણ જોવા મળે છે પરિવર્તન
યહૂદીની સંસ્કૃતિમાં સામાન્ય રીતે, અન્ય ધર્મોની જેમ, તેને પણ પવિત્ર બંધન સાથે કોન્ટ્રકટ માનવામાં આવે છે. એવું જોવામાં આવ્યું છે કે અહીંની ઘણી લગ્નની વિધિઓ અન્ય ધર્મોની વિધિઓને મળતી આવે છે, કારણ કે 18મી અને 19મી સદીની વચ્ચે, યહૂદી ધર્મ અને સંસ્કૃતિમાં વિવિધ દેશોમાં વિવિધ પરંપરાઓ અને રિવાજોનો વિકાસ થયો હતો. આમાંના ઘણા સ્થળોએ, સ્થાનિક સંસ્કૃતિના ખ્યાલો પણ અપનાવવામાં આવ્યા છે, જેના કારણે પરંપરાઓમાં પરિવર્તન જોવા મળ્યું છે.
થાય છે કોન્ટ્રકટ મેરેજ
યહુદી ધર્મમાં પણ લગ્ન એ કોન્ટ્રાક્ટ મેરેજ છે. સામાન્ય રીતે આ માટે કોઈ મુહૂર્ત નથી જોવામાં આવતું, પરંતુ લગ્ન રવિવારે કરવામાં આવે છે. સાક્ષીઓની હાજરીમાં, કન્યા અને વરરાજા એકબીજાની પસંદગી સ્વીકારે છે અને જીવનભર એકબીજા સાથે રહેવાનું વચન આપે છે.
લગ્નને કહેવામાં આવે છે કિડ્ડુશિન
યહૂદી સંસ્કૃતિમાં લગ્નને કિડ્ડુશિન કહેવામાં આવે છે. લગ્ન પહેલા યહૂદીઓમાં પણ રીંગ પહેરાવવાનો રીવાજ હોય છે જેને હિંદુ ધર્મમાં સગાઇ કહે છે. તેમાં લગ્ન પહેલા મળવાની પરંપરા હોય છે જેને યોમ કિપ્પુર વિદુઇ કહેવામાં આવે છે. જેમાં છોકરો અને છોકરી મળીને કન્ફેશન્લ પ્રાથના કરે છે અને ભૂતકાળમાં કરેલી ભૂલોની માફી માંગીને નવી જીંદગીમાં એકબીજા પ્રત્યે વફાદાર રહેવાની કસમ લેવામાં આવે છે.
હિંદુ લગ્નની જેમ મંડપ પણ મળે છે જોવા
યહુદીઓના લગ્નમાં ચુપ્પાનું એક આગવું સ્થાન છે. જેમાં હિંદુ લગ્ન પરંપરા મુજબ જે માંડવો કહેવામાં આવે છે તેના જેવું જ હોય છે. મોટાભાગની લગ્નની વિધિ ચુપ્પામાં જ કરવામાં આવે છે. જેમાં દુલ્હા-દુલ્હન ચુપ્પાની ફરતે ફેર લે છે. જે ચાર કે સાતની સંખ્યામાં હોય છે.
યહૂદી કાનૂન પ્રમાણે થાય છે લગ્ન
આ પછી રિંગ્સની આપ-લે થાય છે. વરરાજા કન્યાની જમણી તર્જની પર રીંગ મૂકે છે. પરંપરાગત યહૂદી કાયદા અનુસાર, બે માન્ય સાક્ષીઓએ તેને રીંગ પહેરતા જોવું જોઈએ. પછી સાક્ષીઓની હાજરીમાં મેરેજ કોન્ટ્રકટ વાંચવામાં આવે છે.
સમારોહના અંતે છે કાચ તોડવાની પ્રથા
કન્યાને રીંગ આપ્યા પછી, અથવા સમારોહના અંતે, વરરાજા કાચ તોડે છે અને પછી તેને તેના જમણા પગથી કચડી નાખે છે. આ સમયે મહેમાનો "મેઝલ ટોવ!" આ શબ્દ ઉચ્ચારે છે, જેનો અર્થ હીબ્રુમાં શુભેચ્છા આપવાનો થાય છે. આ પછી, વરરાજાને પીવા માટે વાઇનનો કપ આપવામાં આવે છે અને કન્યા પણ વાઇન પીવે છે, ઘણી પરંપરાઓમાં ફક્ત હોઠ પર વાઇન લગાવવાનો રિવાજ છે. ત્યારબાદ લગ્નના એક અઠવાડિયા બાદ મહેમાનો અને સગા સંબંધીઓ માંડીને દુલ્હા-દુલ્હનને જમાડે છે. શેવા બ્રકોટ નામના આ ઉત્સવમાં એક ખાસ પ્રકારનો ડાન્સ પણ કરવામાં આવે છે.