જાણો, ૧૯૦૧ દિવસ પછી જુલીયન અસાંજનો જેલમાંથી કેવી રીતે છુટકારો થયો ?

બેલમાર્શની અત્યંત ચોકી પહેરો ધરાવતી જેલમાં જુલિયન અસાંજે બંધ હતા

૧૯૦૧ દિવસો પસાર કર્યા પછી ૨૪ જુને બહાર નિકળવા મળ્યું હતું.

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
જાણો, ૧૯૦૧ દિવસ પછી જુલીયન  અસાંજનો જેલમાંથી કેવી રીતે છુટકારો થયો ? 1 - image


લંડન,૨૫ જૂન,૨૦૨૪,મંગળવાર 

વિકીલીકસના સંસ્થાપક જૂલિયન અસાંજને છેવટે બ્રિટનની જેલમાંથી છુટકારો થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર જર્નાલિસ્ટ અને  હેકર અસાંજ તરત જ ઓસ્ટ્રેલિયા જવાની તૈયારીઓ શરુ કરી છે. લંડનની બેલમાર્શ જેલમાંથી મુકિત મળવાની જાહેરાત વિકીલીકસની સોશિયલ મીડિયા સાઇટ પર ખુદ દ્વારા જુલિયન અસાંજ આઝાદ છે એવી જાહેરાત કરવામાં આવી હતી. બેલમાર્શની અત્યંત ચોકી પહેરો ધરાવતી જેલમાં જુલિયને ૧૯૦૧ દિવસો પસાર કર્યા પછી ૨૪ જુને બહાર નિકળવા મળ્યું હતું. સ્ટૈન્સ્ટેડ એરપોર્ટ પર છોડવામાં આવતા વિમાનમાં બેસીને બ્રિટન છોડી દીધું હતું. વિકિલિકસના એક નિવેદનમાં જણાવાયું હતું કે જુલીયન અસાંજનો છુટકારો એક વૈશ્વિક અભિયાનનું જ પરિણામ છે. જેમાં મીડિયાની આઝાદી માટે કામ કરનારો અનેક લોકો અને જાગૃત રાજકીય પક્ષોનો ફાળો હતો. 

જો કે અસાંજ પોતાના ગુનાઓ કબૂલી લેશે અને ઓસ્ટ્રેલિયા જતા રહેવાની શરત સાથે જ જેલમાંથી મુકિત મળી છે. અમેરિકાના ન્યાય વિભાગે એક સમજૂતી હેઠળ શરત રાખી હતી. આને લગતા દસ્તાવેજો બ્રિટીશ અદાલતમાં જમા કરાવવામાં આવતા જેલમાંથી છુટવાનો માર્ગ મોકળો થયો હતો. જો કે હવે જુલીયન અસાંજએ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા ગોપનીય દસ્તાવેજો કાવતરુ રચીને જાહેર કરવાનો ગુનો કરેલોએ સ્વીકારવું પડશે. હજુ આ સમજૂતીને અમેરિકી અદાલતની મંજુરી મળવાની બાકી છે.

સાઇપાન ટાપુ પર અદાલતી કાર્યવાહીમાં ૨૬ જૂને ભાગ લેવો પડશે

અસાંજેએ ઓસ્ટ્રેલિયા જતા પહેંલા સાઇપાન ટાપુ પર અદાલતી કાર્યવાહીમાં ૨૬ જૂને ભાગ લેવો પડશે. અસાંજની વર્ષ ૨૦૧૯માં બ્રિટીશ પોલીસે ઇકવાડોરના લંડન ખાતેના દુતાવાસમાંથી ધરપકડ કરી હતી. અસાજ ધરપકડથી બચવા માટે છેલ્લા ૭ વર્ષથી દુતાવાસમાં રહેતા હતા. ઇકવાડોરમાં શાસન બદલાતા નવી સરકારે અસાંજનું દુતાવાસમાં શરણ પાછું ખેંચી લેતા ધરપકડ કરવી શકય બની હતી. જુલિયન માટે હજુ પણ એક મોટો અવરોધ સાઇપાન ટાપુ પર અદાલતી કાર્યવાહીમાં ભાગ લેવાનો છે. અમેરિકાની કોર્ટ દ્વારા ધરપકડનો આદેશ મળેતો ફરી તેનું સપનું રોળાઇ શકે છે. આવા સંજોગોમાં જુલિયન કાર્યવાહીમાં ભાગ લેવા બાબતે શંકાશીલ છે.



Google NewsGoogle News