Get The App

જાણો, હમાસના દેશી બનાવટના કાસિમ રોકેટ વિશે, ગાઇડેડ નથી પરંતુ દહેશત ખૂબ ફેલાવે છે

એક કાસિમ રોકેટની કિંમત ૩ લાખ રુપિયા આસપાસ થાય છે.

નિશાન ચુકી જાય છે પરંતુ જયાં પડે ત્યાં કાળો કેર વરતાવે છે

Updated: Oct 13th, 2023


Google NewsGoogle News
જાણો, હમાસના દેશી બનાવટના કાસિમ રોકેટ  વિશે, ગાઇડેડ નથી પરંતુ દહેશત ખૂબ ફેલાવે છે 1 - image


તેલઅવિવ,૧૩ ઓકટોબર,૨૦૨૩, શુક્રવાર 

ઇઝરાયેલમાં કાળો કેર વરતાવનારા પેલેસ્ટાઇનનું આતંકી સંગઠન હમાસ ઇઝરાયેલ પર સેંકડો રોકેટમારો ચલાવીને હુમલો કરીને ચર્ચામાં આવ્યું છે. હમાસ આમ તો ઘણા વર્ષોથી આતંકી પ્રવૃતિઓ ચલાવતું રહયું છે પરંતુ તેને પ્રથમવાર ઇઝરાયલ પર આટલો વ્યાપક હુમલો કરવામાં સફળ રહયું છે. હમાસે આ કરતૂત કાસિમ રોકેટને આભારી છે. કાસિમ રોકેટે ઇઝરાયેલની ડિફેન્સ સિસ્ટમે તોડી નાખ્યા હતા પરંતુ કેટલાક રોકેટ ડિફેન્સ સિસ્ટમને ભેદીને ઇઝરાયલના વિસ્તારોમાં જવામાં સફળ થયા હતા.

હમાસના પેરાશૂટ લેન્ડિંગ કરીને ઘૂસી આવેલા લડાકુઓના બેફામ ગોળીબાર કરતા પણ કાસિમ રોકેટ વધારે જીવલેણ સાબીત થયા હતા. જમીનની અંદેર પાથરવામાં આવતી પાઇપોનો ઉપયોગ કરીને રોકેટ તૈયાર કરવામાં આવ્યા હોવાનો હમાસનો વીડિયો પણ વાયરલ થયો હતો. કાસિમ રોકેટનું નામ પેલેસ્ટાઇની ધાર્મિક નેતા શેખ ઇજ્જ અદ દીન અલ કાસિમ પરથી રાખવામાં આવ્યું હતું. શરુઆતમાં કાસિમ રોકેટની ડિઝાઇન સાવ સામાન્ય પ્રકારની હતી.

જાણો, હમાસના દેશી બનાવટના કાસિમ રોકેટ  વિશે, ગાઇડેડ નથી પરંતુ દહેશત ખૂબ ફેલાવે છે 2 - image

છેલ્લા કેટલાક વર્ષોથી હમાસે રોકેટ ટેકનોલોજીમાં પ્રગતિ કરીને આધૂનિક બનાવ્યા છે જેમાં કાસિમ-૨, કાસિમ-૩ અને કાસિમ-૪ નો સમાવેશ થાય છે. રોકેટ ૩૦ થી ૩૫ કિમી દૂર જેટલી મારકક્ષમતા ધરાવે છે. કાસિમ મિસાઇલ  અપડેશન પછી હમાસના રોકેટ આટલા ખતરનાક બન્યા છે. એક કાસિમ રોકેટની કિંમત ૩ લાખ રુપિયા આસપાસ થાય છે. કાસિમ રોકેટ ગાઇડેડ નથી. પોતાના નકકી કરેલા લક્ષ્ય સુધી સટિક પહોંચી શકતા નથી. નિશાન ચુકી જાય છે પરંતુ જયાં પડે ત્યાં કાળો કેર વરતાવે છે. કાસિમ રોકેટ છોડવાનો હેતું લોકોના મનમાં ડર પેદા કરવાનો છે. 

નિષ્ણાતોનું માનવું છે કે હમાસે એક સાથે ૫ હજારથી વધુ સંખ્યામાં રોકેટ છોડતા ઇઝરાયેલની નાગરિક વસ્તીમાં જીવલેણ સાબીત થયા હતા. ઇઝરાયલે રોકેટને કાઉન્ટર કરવા માટે મિસાઇલોનો ઉપયોગ કરવો પડયો હતો. કાસિમ રોકેટમાં એક લોંચ ટયૂબ હોય છે જે સ્ટીલની બનેલી હોય છે. ૩ થી ૪ મિટર લાંબી આ ટયૂબ લોન્ચર તરીકે કામ કરી શકે તે માટે જમીનમાં દબાવેલી હોય છે. રોકેટની આગળનો ભાગ કોમન વોર હેડ જેવો હોય છે જેમાં ઘરેલુ વિસ્ફોટકોનું મિશ્રણ હોય છે. વોરહેડનો આકાર અને સંરચના જુદી જુદી હોય છે જેમાં વિસ્ફોટક ભર્યા હોય છે. 


Google NewsGoogle News