Get The App

જર્મનીના સોલિંગજેન ઉત્સવમાં છરીથી હુમલો : 4નાં મૃત્યુ અનેક ઘાયલ

Updated: Aug 25th, 2024


Google NewsGoogle News
જર્મનીના સોલિંગજેન ઉત્સવમાં છરીથી હુમલો : 4નાં મૃત્યુ અનેક ઘાયલ 1 - image


- શંકાસ્પદ આરબ જેવો દેખાતો હતો : પોલીસ તે નાસી છુટેલા શંકાસ્પદને શોધી રહી છે

સોલિંગજેન : પશ્ચિમ જર્મનીનાં સોલિંગજેન શહેરની ૬૫૦મી જયંતિના દિવસે યોજાયેલા સોલિંગજેન ઉત્સવમાં એક રમખાણકારે ઘૂસી જઈ છરીથી હુમલાઓ શરૂ કરતાં ૪ વ્યક્તિઓના મૃત્યુ થયાં હતા. અનેકને ઈજાઓ થઈ હતી. જે પૈકી ૪ને અતિ ગંભીર ઇજાઓ થઈ હતી.

આ માહિતી આપતાં યુરો ન્યૂઝ જણાવે છે કે, શહેરના કેન્દ્ર સમાન ફ્રોનહોફ વિસ્તારમાં આ ઉત્સવ યોજાઈ રહ્યો હતો ત્યારે એક આરબ જેવા લાગતા હુમલાખોરે એકાએક છરીથી હુમલા શરૂ કરતાં કેટલાક સમય પૂરતી તો અડફા-તડફી મચી ગઈ હતી. તે ધમાલ ધાંધલનો લાભ લઈ હુમલાખોર નાસી છુટયો હતો. પોલીસ તેની શોધ ચલાવી રહી છે.

પોલીસ આ કૃત્યને ત્રાસવાદી કૃત્ય હોવાનું નકારતી નથી, સાથે તેમ પણ કહે છે કે, તે કૃત્ય તે હુમલાખોરે અંગત રીતે પણ કર્યું હોય. ત્રાસવાદ સાથે તેને સંબંધ ન પણ હોય. આમ પોલીસ પણ અસમંજસ (ગડમથલ)માં પડી ગઈ છે, છતાં તે નાસી છુટેલા હત્યારાની શોધ તો ચાલી જ રહી છે.

આ ઉત્સવને વૈવિધ્યનો ઉત્સવ પણ કહેવામાં આવે છે. આ હુમલા પછી તે આરબ જેવા લાગતા હુમલાખોરની સઘન તપાસ ચાલી રહી છે. જોકે હજી સુધી કોઈની ધરપકડ કે અટકાયત થઈ નથી.


Google NewsGoogle News