Video Viral : જર્મન વિદેશ મંત્રીને જબરદસ્તી કરી Kiss, ક્રોએશિયન મંત્રીની હરકત પર હોબાળો
- આ ઘટનાનો વીડિયો વાયરલ થતા ક્રોએશિયન મંત્રી આકરી ટિકા થઈ રહી છે
નવી દિલ્હી, તા. 06 નવેમ્બર 2023, સોમવાર
ક્રોએશિયાના વિદેશ મંત્રી ગોર્ડન ગ્રલિક રેડમેને જર્મનીના વિદેશ મંત્રી એનાલેના બેયરબોકને જાહેરમાં કિસ કરવાનો પ્રયત્ન કરતા હોબાળો મચી ગયો છે. રડમેને જર્મનીની રાજધાની બર્લિનમાં આયોજિત યુરોપિયન સંઘના સમ્મેલનમાં ગ્રુપ ફોટો દરમિયાન અચાનક જર્મન વિદેશ મંત્રીને કિસ કરીને તેમને અત્યંત અસહજ કરી દીધા હતા. હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થતા તેમની ખૂબ ટિકા થઈ રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે રેડમેન જર્મન વિદેશ મંત્રી એનાલેના તરફ હાથ મિલાવા માટે જાય છે અને પછી તેને કિસ કરી દે છે. વીડિયોમાં એનાલેના તેમને રોકતા નજર આવી રહ્યા છે. આ ઘટના ત્યારે બની જ્યારે EU શિખર સમ્મેલનની બેઠક બાદ તમામ નેતાઓ ફોટોશૂટ માટે ભેગા થયા હતા.
🇭🇷#Croatia's foreign minister tries to #kiss his #German counterpart at a #summit.https://t.co/cHt7WG53wJ pic.twitter.com/1EpCUslcRL
— Enigma Intel (@IntelEnigma) November 4, 2023
મંત્રીની આકરી ટિકા કરવામાં આવી
ક્રોએશિયાના વિદેશ મંત્રીની આ હરકત પર ક્રોએશિયાના પૂર્વ વડા પ્રધાન જદ્રાનકા કોસોરે સોશિયલ મીડિયા પર રેડમેનની આકરી ટિકા કરી છે. કોસોરે ક્રોએશિયન ભાષામાં લખ્યું કે, 'મહિલાઓને જબરદસ્તીથી કિસ કરવી એ પણ હિંસા જ કહેવાય છે ને'?
આ ટિકાઓને જોતા રેડમેને આ ઘટના પર પોતાની સ્પષ્ટતા પણ આપી છે. તેમણે કહ્યું કે, મને નથી ખબ કે, મુશ્કેલી શું થઈ છે. આપણે હંમેશા એક-બીજાનું ઉષ્માભર્યું સ્વાગત કરીએ છીએ. મેં જે કર્યું તે એક સહકર્મી પ્રત્યે ઉષ્માભર્યો માનવીય નજરિયો હતો.
ક્રોએશિયાઈ મહિલા અધિકાર કાર્યકર્તા રાડા બોરિકે પણ પોતાના વિદેશમંત્રીની ટિકા કરી છે. તેમણે કહ્યું કે, રેડમેનની હરકત એકદમ અયોગ્ય હતી. તેમણે કહ્યું કે, તમે માત્ર એજ વ્યક્તિને કિસ કરી શકો છો જેની સાથે તમારો કિસ કરવાનો સબંધ હોય. તેમણે કહ્યું કે, એ તો સ્પષ્ટ છે કે, રેડમેનનો જર્મ વિદેશ મંત્રી સાથે એવો તો કોઈ સબંધ નથી કે જેના કારણે તે તેમને કિસ કરી શકે. તમે જોઈ શકો છો કે, એનાલેના પણ કિસ કરવા લઈને હેરાન રહી ગયા હતા.