બ્રિટનના કીંગ ચાર્લ્સ III ને કેન્સર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ બાયડેને 'જલ્દી સાજા થાય' તેવી શુભેચ્છા પાઠવી

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
બ્રિટનના કીંગ ચાર્લ્સ III ને કેન્સર : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ બાયડેને 'જલ્દી સાજા થાય' તેવી શુભેચ્છા પાઠવી 1 - image


- પોતાના રાજ્યારોહણ પછી 18 મહિનામાં જ આ ભયંકર બિમારી આવી, નાના ભાઈ પ્રિન્સ હેરી વિદેશ પ્રવાસ ટૂંકાવી લંડન આવી પહોંચ્યા

નવી દિલ્હી, લંડન : બ્રિટનના કીંગ ચાર્લ્સ કેન્સરની બિમારીને લીધે હોસ્પિટલાઇઝ થયા છે, તે સમાચાર મળતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓનાં X હેન્ડલ પર જણાવ્યું : 'હું હીઝ મેજેસ્ટી કીંગ ચાર્લ્સ થર્ડ તેઓની બિમારીમાંથી જલ્દી સાજા થાય તેવી શુભેચ્છા. સમગ્ર ભારતની જનતા વતી પાઠવું છું, અને તેઓનું આરોગ્ય સારૂ રહે તેવી પ્રાર્થના કરૂં છું.'

બકીંગ હામ પેલેસ તરફથી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે કે કીંગ ચાર્લ્સ ૩જાને પ્રોસ્ટેટ ગ્લેન્ડના કેન્સરની બિમારી છે અને તેથી તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે આવી સ્પષ્ટ જાહેરાત કરવાનો આદેશ કીંગ ચાર્લ્સ પોતે જ આપ્યો હતો. જેથી પોતાની બિમારી માટે અકારણ ખોટી અફવાઓ ન ઊડે, અને ઇંગ્લેન્ડનાં પ્રજાજનો તેમ જ દુનિયાને સાચી જાણ થઇ જાય.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ઉપરાંત અમેરિકાના પ્રમુખ જો બાયડેને પણ કીંગ ચાર્લ્સ ત્રીજાની બિમારીની જાણ થતાં શુભેચ્છા સંદેશો પાઠવતાં કહ્યું હતું કે કેન્સર ડીટેક્ટ થયા પછી તેની ટ્રીટમેન્ટ અને તેમાંથી સાજા થવાની અદમ્ય આશા રાખવી તે માટે અસામાન્ય હિંમત અનિવાર્ય છે, હું અને જિલ, અમેરિકાના લોકો સાથે આપની તત્કાળ અને સંપૂર્ણ, રીકવરી માટે પ્રાર્થના કરીએ છીએ.

કીંગ ચાર્લ્સની આ બીમારીની માહિતી મળતાં તેઓનાં નાના ભાઈ પ્રિન્સ હેરી વિદેશ પ્રવાસ ટૂંકાવી લંડન પરત આવી ગયા છે.

વિશ્વભરમાંથી કીંગ ચાર્લ્સ ત્રીજા જલ્દી સાજા થાય તેવી શુભેચ્છા સંદેશા આવી રહ્યા છે. પરંતુ તે સાથે કોમનવેલ્થ કંટ્રીઝ અને પશ્ચિમનાં જગત ઉપર ચિંતાની કાલીમા તો છવાઈ રહેલી જ છે.

બ્રિટનના વડાપ્રધાન ઋષિ શુનકે X ઉપર જણાવ્યું હતું કે હીઝ મેજેસ્ટી, જલ્દી અને સંપૂર્ણ પણે સાજા થઇ જાય તેવી આશા. મને શંકા નથી કે તેઓ તુર્ત જ સાજા થઇ પૂરેપૂરી શક્તિથી પોતાનો કાર્યભાર સંભાળી લેશે. સમગ્ર દેશ તેઓ સાજા થઇ જાય તેવી પ્રાર્થના કરે છે.

ઋષિ શુનક ઉપરાંત બ્રિટનના પૂર્વ વડાપ્રધાન બોરિસ જ્હોનસને કહ્યું હતું કે સમગ્ર દેશ આજે કીંગ ચાર્લ્સની તંદુરસ્તી માટે પ્રાર્થના કરે છે. કીંગ ચાર્લ્સનું વિધિવત રાજ્યારોહણ મે ૬, ૨૦૨૩ના દિને થયું હતું તે પછી ૧૮ મહિનામાં જ તેઓને આ ભયંકર બિમારી આવી.


Google NewsGoogle News