Get The App

આ સાથે કીમ-જોંગ-ઊને લગભગ આખરી ચેતવણી આપી કહ્યું : એટમ-બોમ્બ નાખી દ.કોરિયાને સાફ કરી નાખીશું

Updated: Oct 5th, 2024


Google NewsGoogle News
આ સાથે કીમ-જોંગ-ઊને લગભગ આખરી ચેતવણી આપી કહ્યું : એટમ-બોમ્બ નાખી દ.કોરિયાને સાફ કરી નાખીશું 1 - image


- ઉ.કોરિયાએ અતિ પ્રબળ મિસાઈલ હ્યુન-મૂ-પ અનાવૃત્ત કર્યા

- ઉ.કોરિયામાં ઊનનાં બહેન કીમ-પો-જોંગ સર્વેસર્વા છે, તેઓએ જ એક સમયે બંને દેશો વચ્ચેની શાંતિ મંત્રણા તોડી પાડી હતી

પ્યોગ્યાંગ : ઉત્તર કોરિયાના સરમુખત્યાર કીમ-જોંગ-ઊને દક્ષિણ કોરિયાને લગભગ આખરી ચેતવણી આપતા હોય તેમ કહી દીધું છે કે, 'અમોને ઉશ્કેરશો નહીં, નહીં તો એટમ-બોમ્બ નાખી તમોને સાફ કરી નાખીશું.'

હકીકત એમ બની છે કે લોકશાહીવાદી દક્ષિણ કોરિયાના પ્રમુખ યુન સુક યેઓલે મંગળવારે દેશનાં 'સેના દિવસ' નિમિત્તે આપેલાં પ્રવચન પૂર્વે દક્ષિણ કોરિયામાં સૌથી પ્રબળ મિસાઇલ હ્યુન-મૂ-પ નું અનાવણ કરવા સાથે સેનાના જવાનો અને અધિકારીઓને કહ્યું હતું કે, હવે આપણે યુદ્ધ માટે તૈયાર થઈ જવાનો સમય આવી ગયો છે ત્યારે આપણાં આધુનિક પરંપરાગત શસ્ત્રો ઉપરાંત આપણાં આ બેલાસ્ટિક મિસાઇલ્સ ઉત્તર કોરિયાને માટે ભયરૂપ બની શકે તેમ છે, અને તેમાં પણ જો કીમ-જોંગ-ઊન એટમ બોમ્બ વાપરવાની હિંમત કરશે તો તે કીમ શાસનનો મૃત્યુઘંટ વગાડી દેશે.

પ્રમુખ યુન-સુક-એઓલનાં આ વિધાનોથી ભભૂકી ઉઠેલા કીમ-જોંગ-ઊને જણાવ્યું હતું કે એઓલનું આ વક્તવ્ય તેનું યુદ્ધખોર અને ઘમંડી માનસ દર્શાવે છે. તે તો (અમેરિકાની) કઠપુતળી બની ગયો છે. તે એક ખતરનાક માણસ છે. અમેરિકાની ઓથને લીધે જ ફાંકા મારે છે, તેણે ભલે હ્યુન-મૂ-પ મિસાઇલનું પરીક્ષણ કર્યું હોય પરંતુ તે અમારા મિસાઇલને તો પહોંચી જ શકે તેમ નથી. અમારા મિસાઇલ્સ તો ૧૨,૫૦૦ માઈલ અમેરિકાનાં પૂર્વ તટનાં તમામ શહેરો સુધી પહોંચી શકે તેમ છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાએ તે બેલાસ્ટિક મિસાઈલ્સ બનાવ્યા પછી તો કીમ-જોંગ-ઊનનું મગજ ફરી ગયું છે. બીજી તરફ દક્ષિણ કોરિયા પાસે, એટમ-બોમ્બસ નથી, અત્યારે તો બંને દેશો વચ્ચેના સંબંધો ખરાબમાં ખરાબ સ્થિતિએ છે.

ગઈ ઓલિમ્પિક ગેઈમ્સ સમયે બંને દેશો વચ્ચે મનમેળ સાધવા મધ્યસ્થિઓએ પ્રયાસો કર્યા હતા. પરંતુ ઊનના નાના બહેન કીમ-યો-જોંગે છેલ્લી ઘડીએ મંત્રણાઓ તોડી પાડી હતી તેથી જ સિંગાપુરમાં યોજાયેલી અમેરિકા સાથેની શાંતિ મંત્રણા પણ તોડી પડાવી ઉનને પ્યોગ્યાં ભેગો કરાવી દીધો હતો.

૨૦૨૨થી તો ઉને ઝડપભેર તેના પરમાણુ કાર્યક્રમને આગળ વધારી આજે ઉ.કોરિયા પરમાણુ સત્તા બની ગયું છે.

હજી સુધી ઊને અનેકવાર એટમબોમ્બ વાપરવાની ધમકી ઉચ્ચારે છે, પરંતુ હવે તો વિશ્વની સૌથી પ્રબળ પરમાણુ સત્તા બની રહેતાં રશિયાનો સાથ મળતાં કીમ-જોંગ-ઊન અને તેના સર્વેસર્વા બહેન કીમ-યો-જુંગ શું કરશે, શું નહીં કરે તેની ચિંતા બુદ્ધિજીવીઓને સતાવે છે.


Google NewsGoogle News