Get The App

VIDEO : ભારત સહિત આખી દુનિયા પર 'સંકટ'ના વાદળ છવાયા, NASAએ શેર કર્યો ભયાનક વીડિયો

Updated: Aug 3rd, 2024


Google NewsGoogle News
CO2 Rising


CO2 Rising: ગ્લોબલ વોર્મિંગના કારણે પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. મોટાભાગના વિકસિત દેશો વધુને વધુ કાર્બનડાયોક્સાઇડનું ઉત્સર્જન કરી રહ્યા છે. એવામાં અમેરિકન સ્પેસ એજન્સી(નાસા) એ એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં દુનિયાભરમાં કાર્બનડાયોક્સાઇડ(Co2)ના વાદળો દેખાઈ રહ્યા છે. આ નકશો એક ખાસ કૉમ્પ્યુટર અને મોડલ દ્વારા બનાવવામાં આવ્યો છે. 

એક ખાસ કૉમ્પ્યુટર અને મોડલ દ્વારા બનાવવામાં આવ્યો છે આ નકશો 

કાર્બનડાયોક્સાઇડનો આ નકશો GEOS (ગોડાર્ડ અર્થ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ) નામના મોડેલ દ્વારા બનાવવામાં આવ્યો છે. GEOS એ સુપર કૉમ્પ્યુટર દ્વારા સંચાલિત હાઇ-રિઝોલ્યુશન વેધર રીએનાલિસિસ મોડલ છે. આ સિસ્ટમ દ્વારા વાતાવરણની ગતિવિધિઓ પર નજર રાખવામાં આવે છે. 

આ વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે આપણા વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડ કેવી ભળી રહ્યો છે અને કેટલો નુકસાનકારક સાબિત થાય છે. નાસાના વૈજ્ઞાનિક લેસ્લી ઓટના જણાવ્યા અનુસાર ચીન, અમેરિકા અને દક્ષિણ એશિયાના વિકસિત દેશો સૌથી વધુ કાર્બનડાયોક્સાઇડનું ઉત્સર્જન કરી રહ્યા છે.

આ પણ વાંચો: મફતમાં કામ કરતા નોકર લઈને આવી રહ્યા છે મસ્ક, રોબોટ 'ઓપ્ટિમસ' કરશે તમારા ઘરનું બધું કામ

કાર્બનડાયોક્સાઇડનું પ્રમાણ વધવાના કારણો 

આફ્રિકા અને દક્ષિણ અમેરિકાના જંગલોમાં આગ લાગવાથી કાર્બનડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. આ ઉપરાંત તેલ અને કોલસો સળગાવવાથી પણ વાતાવરણમાં કાર્બનનું પ્રમાણ વધે છે. નાસાના રિપોર્ટ અનુસાર મે 2024માં વાતાવરણમાં કાર્બનડાયોક્સાઇડની માત્રા 427 ભાગ પ્રતિ મિલિયન નોંધવામાં આવી છે.

આ પણ વાંચો: દુનિયાનું સૌથી મોટું ટેલિસ્કોપ બની રહ્યું છે અહીં, 2028માં સુધી થશે તૈયાર, અંતરિક્ષના રહસ્યો ખુલશે!

ગ્લોબલ વોર્મિંગનો વધતો ખતરો

પૃથ્વી પરના માનવીઓ માટે કાર્બન પણ ઑક્સિજન જેટલો જ મહત્વપૂર્ણ છે. કાર્બન બિલ્ડીંગ બ્લોકનું કામ કરે છે એટલે કે તે જીવોના શરીરને બનાવવામાં મદદ કરે છે. પૃથ્વી પર અમુક માત્રામાં કાર્બનની જરૂર છે, પરંતુ મોટા પ્રમાણમાં કાર્બનડાયોક્સાઈડના ઉત્સર્જનથી પૃથ્વી પર ગરમી વધશે, જેના કારણે ગ્લોબલ વોર્મિંગનું જોખમ વધુ વધશે.

VIDEO : ભારત સહિત આખી દુનિયા પર 'સંકટ'ના વાદળ છવાયા, NASAએ શેર કર્યો ભયાનક વીડિયો 2 - image


Google NewsGoogle News