Get The App

જ્યાં નિજ્જરની હત્યા થઇ ત્યાં ન આવતા નહીંતર...' કેનેડામાં ભારતીય રાજદૂતને ખાલિસ્તાનીઓની ધમકી

- ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની ગત વર્ષે 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયાના શહેર સરે માં હત્યા કરી નાખવામાં આવી હતી

Updated: Feb 29th, 2024


Google NewsGoogle News
જ્યાં નિજ્જરની હત્યા થઇ ત્યાં ન આવતા નહીંતર...' કેનેડામાં ભારતીય રાજદૂતને ખાલિસ્તાનીઓની ધમકી 1 - image


સરે, તા. 29 ફેબ્રુઆરી 2024, ગુરૂવાર

કેનેડાની ધરતી પર ખાલિસ્તાનીઓની નાપક હરકત બંધ થવાનું નામ નથી લઈ રહી. તાજેતરમાં જ અલગાવવાદી સમૂહ સીખ ફોર જસ્ટિસએ ઓટાવામાં ભારતીય હાઈ કમિશનને ધમકી આપી છે. ભારતીય રાજદૂત એ જ શહેરમાં જવાના હતા જ્યાં ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની ગત વર્ષે 18 જૂનના રોજ બ્રિટિશ કોલંબિયાના શહેર સરે માં હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યાકાંડ બાદ પ્રથમ વખત ભારતીય રાજદૂત સરે જવાના છે. તે પહેલા ખાલિસ્તાનીઓએ તેમને ટાર્ગેટ કરવાની ધમકી આપી છે.

ભારત શહીદ નિજ્જરની હત્યાનું કાવતરું ઘડવા માટે જવાબદાર:  પન્નુ

હાઈ કમિશનર સંજય કુમાર વર્માની બ્રિટિશ કોલંબિયા પ્રાંતની તેમની મુલાકાત દરમિયાન રાજધાની વિક્ટોરિયાની સાથે-સાથે વૈંકૂવર અને સરેમાં રોકાવાની યોજના છે. શુક્રવારે તેમનો સરેના મેયર બ્રેન્ડા લોક અને સરે બોર્ડ ઓફ ટ્રેડની સાથે બેઠક કરવાનો કાર્યક્મ છે. એક ઈમેઈલમાં એસએફજે જનરલ કાઉન્સેલ ગુરપતવંત પન્નુએ જણાવ્યું હતું કે તેમનું જૂથ 1 માર્ચના રોજ વર્માને ટાર્ગેટ કરશે. પન્નુએ કહ્યું, ભારત શહીદ નિજ્જરની હત્યાનું કાવતરું ઘડવા માટે જવાબદાર છે અને ખાલિસ્તાન સમર્થક સીખોને સરેમાં ભારતીય હાઈ કમિશનરને સીધો ટાર્ગેટ કરવાની તક મળશે. સરેમાં વિરોધ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.

 કેનેડિયન અધિકારીઓનું સુરક્ષાનું આશ્વાસન

ગત વર્ષના માર્ચ મહિના બાદ સંય વર્માની બ્રિટિશ કોલંબિયાની આ પ્રથમ યાત્રા છે. એસએફજેની ચેતવણી પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, મારા વિરુદ્ધ જોખમ વિશે સબંધિત કેનેડિયન અધિકારીઓને જણાવી દીધુ છે અને તેમણે મને સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે. આ વચ્ચે એસએફજે એ કહ્યું કે, તે ખાલિસ્તાન સમર્થક સીખો વિરુદ્ધ હિંસા ભડકાવવા માટે ભારતીય રાજદૂતોને જવાબદાર ઠેરવવા માટે વકીલોને હાયર કરી રહ્યા છે. 

પન્નુ દ્વારા ટાર્ગેટ કરવા તરફ ઈશારો કરતા સંજય વર્માએ કહ્યું કે, તે લાંબા સમયથી આવી હરકતો કરી રહ્યો છે. તેના પર કોઈ પ્રતિબંધ લગાવવામાં નથી આવ્યો. તે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કરી રહ્યો છે. 

ભારત અને કેનેડા વચ્ચેના દ્વિપક્ષીય સબંધોમાં તણાવ

બ્રિટિશ કોલંબિયામાં એસએફજેના પ્રમુખ વ્યક્તિ નિજ્જરને ગુરુ નાનક સીખ ગુરુદ્વારાની પાર્કિંગમાં ગોળી મારી દેવામાં આવી હતી. આ હત્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ 18 સપ્ટેમ્બર 2023ના રોજ પોતાની સંસદમાં કહ્યું હતું કે, તેની પાછળ ભારતીય એજન્ટોનો હાથ હતો. ત્યારબાદ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સબંધો પર ગંભીર અસર થઈ છે. 


Google NewsGoogle News