ખાલિસ્તાની સમર્થકોની અવળચંડાઈ! કેનેડામાં દિવાળીની ઉજવણી કરતાં હિન્દુઓ પર કર્યો પથ્થરમારો
કેનેડામાં ખાલિસ્તાની સંગઠનોએ ફરી એકવાર ઉપદ્રવ કરવાનો પ્રયાસ કર્યો
જોકે કેનેડિયન પોલીસે આ મામલે કોઈ કાર્યવાહી ન કરી હોવાનો દાવો
image : Twitter / Screen Grab |
India Vs Canada Row | કેનેડામાં ખાલિસ્તાની સંગઠનોએ ફરી એકવાર ઉપદ્રવ કરવાનો પ્રયાસ કર્યો. હિન્દુઓ અને અન્ય ભારતીયોએ અહીં દિવાળીની ઉજવણી કરી હતી અને તેનાથી અકળાયેલા ખાલિસ્તાની સમર્થકોએ તેમની સાથે ઝઘડો કર્યો અને દરમિયાન પથ્થરમારો પણ કર્યો હતો.
આ ઘટના ક્યાં બની?
માહિતી અનુસાર આ ઘટના કેનેડાના ક્યૂબેક પ્રાંત્ના બ્રોમ્પ્ટન બોરોમાં દિવાળીની ઉજવણી દરમિયાન બની હતી. જ્યાં ખાલિસ્તાની સમર્થકો દ્વારા હિન્દુઓ પર હુમલો કરી દેવામાં આવ્યો હતો. અહેવાલ અનુસાર આ પ્રકારનો ઉપદ્રવ છતાં કેનેડાની પોલીસે તેમની સામે કોઈ કાર્યવાહી કરી નહોતી. ખાલિસ્તાની સમર્થકો પીળા ઝંડા સાથે જ ઉત્સવની ઉજવણી કરનારા લોકો પાસે પહોંચી ગયા હતા.
કેનેડા પોલીસે શું કહ્યું?
આ મામલે સુત્રોનું કહેવું છે કે કેનેડાની પોલીસે આ ઉપદ્રવને બે સમુદાય વચ્ચેનો ઝઘડો ગણાવ્યો હતો અને કહ્યું બે ધર્મના લોકો વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થઈ હતી. ભારત સરકારના અધિકારીનું કહેવું છે કે ખાલિસ્તાન સમર્થકોની આ હરકતોને જોયા બાદ પણ જસ્ટિન ટ્રુડોની સરકાર મૂકદર્શક બની ચૂકી છે. તે અભિવ્યક્તિની આઝાદીના નામે ખાલિસ્તાની સંગઠનોને પ્રોત્સાહન આપે છે. આ મુદ્દાને હવે રાજકીય સ્તરે ઊઠાવાશે.