Get The App

પંજાબમાં 14 આતંકી હુમલાને અંજામ આપનારો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા અમેરિકામાં પકડાયો

Updated: Apr 18th, 2025

GS TEAM


Google News
Google News
પંજાબમાં 14 આતંકી હુમલાને અંજામ આપનારો મોસ્ટ વોન્ટેડ હેપ્પી પાસિયા અમેરિકામાં પકડાયો 1 - image


Happy Passia Arrested in US : પંજાબમાં 14 ગ્રેનેડ એટેક કરનાર બબ્બર ખાલસાનો આતંકવાદી હરપ્રીત સિંહ ઉર્ફે હેપ્પી પાસિયાની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકામાં બેસીને તે પંજાબમાં હુમલાનું કાવતરું ઘડી રહ્યો હતો. ભાજપ નેતા મનોરંજન કાલિયાના ઘરની બહાર પણ તેણે ગ્રેનેડ એટેક કરાવ્યો હતો. ગત સાત મહિનામાં પંજાબમાં ઓછામાં ઓછા 16 ગ્રેનેડ એટેક થયા છે. તેમાંથી 14નો માસ્ટર માઇન્ડ હેપ્પી પાસિયા જ હતો. પાસિયા પર ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસવાનો પણ આરોપ છે. 

અહેવાલોનું માનીએ તો તેને ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એનફોર્સમેન્ટ (ICE) એ કસ્ટડીમાં લીધો છે. પંજાબ પોલીસ અને એનઆઇએ ઘણા મહિનાઓથી તેની તલાશ હતી. આ વર્ષની શરૂઆતમાં NIAએ ચંદીગઢ ગ્રેનેડ એટેક કેસમાં બબ્બર ખાલસાના ચાર આતંકવાદીઓના નામ ચાર્જચીટમાં સામેલ કર્યા હતા. તેમાં પાસિયાનું સામેલ કર્યું હતું. તેમાં હેપ્પી પાસિયા ઉપરાંત ચાર્જશીટમાં હરવિંદર સિંહ સંધૂ ઉર્ફ રિંડાનું નામ સામેલ કરવામાં આવ્યું હતું. 


પાકિસ્તાની  ISI નો ખાસમખાસ

એજન્સીઓ હેપ્પી પાસિયાની તલાશ કરી રહી હતી અને તેના પર પાંચ લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. તે વારંવાર કાનૂન વ્યવસ્થાને પડકાર ફેંકી રહ્યો હતો. એજન્સીઓનું કહેવું છે કે હેપ્પી પાસિયા પાકિસ્તાની ગુપ્તચર એજન્સીઓ આઇએસઆઇના ઇશારા પર કામ કરી રહ્યો હતો. તેને મનોરંજન કાલિયા ઉપરાંત મજીઠા પોલીસ સ્ટેશન અને યૂટ્યૂબરના ઘરે પણ ગ્રેનેડ એટેક કરાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકામાં ખાલિસ્તાની આતંકવાદીઓને મોટો ખતરો ગણાવ્યો હતો. 

હેપ્પી પાસિયા અમૃતસર નજીક આવેલા પાસિયાનો રહેવાસી છે. તે ભારતથી ભાગીને થોડો સમય યૂકેમાં રહ્યો અને પછી ગેરકાયદે રીતે અમેરિકા જતો રહ્યો હતો. 11 સપ્ટેમ્બર 2024ના રોજ ચંદીગઢ સેક્ટર 10ના મકાન પર હુમલો કરવાના આરોપમાં સ્પેશિયલ એનઆઇએ કોર્ટે તેના વિરૂદ્ધ બિન જામીન પાત્ર વોરન્ટ જાહેર કર્યું હતું. હેપ્પી પાસિયાએ જ હુમલાખોરોને વિસ્ફોટક પુરા પાડ્યા હતા. 

એફબીઆઈએ કર્યો ખુલાસો 

એફબીઆઈએ આ બાબતે એક સત્તાવાર નિવેદન જારી કરીને ધરપકડની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે ભારતના પંજાબમાં થયેલા આતંકવાદી હુમલા માટે જવાબદાર કથિત આતંકવાદી હરપ્રીત સિંહની એફબીઆઈ અને ઇઆરઓ દ્વારા સેક્રામેન્ટોમાં ધરપકડ કરવામાં આવી છે. તેના બે આંતરરાષ્ટ્રીય આતંકવાદી સંગઠનો સાથે સંબંધો છે. તે ગેરકાયદેસર રીતે અમેરિકા આવ્યો હતો અને ધરપકડથી બચવા માટે તેણે કીપેડ ફોનનો ઉપયોગ કર્યો હતો.

મનોરંજન કાલિયા પર થયો હતો ગ્રેનેડ હુમલો 

તાજેતરમાં જલંધરમાં ભાજપ નેતા મનોરંજન કાલિયા પર થયેલા ગ્રેનેડ હુમલામાં ગેંગસ્ટર હેપ્પી પાસિયાનું નામ સામે આવ્યું હતું. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી સહિત તમામ હુમલાખોરોની ધરપકડ કરીને મોટો ખુલાસો કર્યો હતો. આ કેસની તપાસમાં સરહદ પાર પાકિસ્તાન સાથે જોડાયેલું એક મોટું ષડયંત્ર બહાર આવ્યું છે. આ પાછળનો મુખ્ય સૂત્રધાર ઝીશાન અખ્તર છે.


Tags :