Get The App

આતંકી પન્નુ વિશે માહિતી આપવાનો અમેરિકાનો ઈનકાર, ભારત સાથે મિત્રતાની ખાલી વાતો

Updated: Dec 12th, 2024


Google NewsGoogle News
Khalistan Flag Case


Khalistan Flag Case: શીખ ફોર જસ્ટિસના સ્થાપક ગુરપતવંત સિંહ પન્નુ સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકતો રહે છે. એવામાં મિત્ર હોવાનો ડિંગો હાંકતા અમેરિકાએ SFJ ચીફ અને ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની બેન્ક ડિટેલ્સ અને ફોન નંબર વિશે માહિતી આપવાનો ઇનકાર કર્યો છે. 

આતંકવાદના આરોપમાં ભારતમાં વોન્ટેડ પન્નુ અમેરિકા અને કેનેડાની બેવડી નાગરિકતા ધરાવે છે. તેને ગૃહ મંત્રાલય દ્વારા ગેરકાનૂની પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ હેઠળ આતંકવાદી જાહેર કરવામાં આવ્યો છે અને તેની વિરુદ્ધ ઘણાં કેસ પણ નોંધાયેલા છે.

જાણો શું છે મામલો

14મી ઓગસ્ટ 2020, સ્વતંત્રતા દિવસની પૂર્વ સંધ્યા હતી. મોગામાં બે લોકો સુરક્ષા કવચ તોડીને જિલ્લા વહીવટીતંત્રમાં ઘૂસ્યા હતા. એટલું જ નહીં, તેઓએ છત પર ખાલિસ્તાની ઝંડો ફરકાવ્યો અને પરિસરમાં લગાવેલા ત્રિરંગાનું પણ અપમાન કર્યું હતુ. મોગાના તત્કાલિન એસએસપી હરમનબીર સિંહ ગિલે કહ્યું હતું કે બંને શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. તેઓએ કામ પન્નુના કહેવાથી કર્યું હતું. આ કામ કરવા માટે પન્નુએ તેમને 2,500 ડોલરની ઓફર કરી હતી.

આ પણ વાંચો: ઈલોન મસ્કે રચ્યો ઈતિહાસ, 400 અબજ ડૉલરની સંપત્તિ કમાનાર દુનિયાની પ્રથમ વ્યક્તિ બન્યાં

અમેરિકી અધિકારીઓએ ડિટેલ્સ આપવાનો ઇનકાર કર્યો

5 સપ્ટેમ્બર, 2020ના રોજ, NIAએ ફરીથી IPCની કેટલીક કલમો હેઠળ કેસ નોંધ્યો અને યુએસ અધિકારીઓ સાથે વાતચીત શરૂ કરી. ગૃહ મંત્રાલયના સૂત્રએ મીડિયાને જણાવ્યું હતું કે NIAમાં કેસ ફરી નોંધાયા બાદ ભારતે તેમનો સંપર્ક કરવાનું શરૂ કર્યું હતું. દરમિયાન, NIAને તેની તપાસ દરમિયાન પન્નુ સાથે કથિત રીતે જોડાયેલા કેટલાક બેન્ક એકાઉન્ટ નંબર અને ફોન નંબર મળ્યા. જેની વિગતો એજન્સીએ અમેરિકી અધિકારીઓ પાસેથી માંગી હતી. જોકે, અમેરિકી અધિકારીઓએ કાયદાનો હવાલો આપીને માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. 



Google NewsGoogle News