Get The App

વિશ્વભરમાં ટીકાઓ બાદ કેેનેડા પોલીસ દોડતી થઈ, વધુ એક ખાલિસ્તાની આતંકીની કરી ધરપકડ

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
Khalistani Terrorist


Canada Police Arrested Gangster: કેનેડામાં હાલમાં જ ખાલિસ્તાનીઓ દ્વારા હિન્દુઓ પર કરવામાં આવેલા હુમલાની વિશ્વભરમાં ટીકાઓ થતાં હવે કેનેડિયન પોલીસ સક્રિય બની છે. તે સતત તપાસ હાથ ધરી ગુનેગારોની ધરપકડ કરી રહી છે. હાલમાં જ કેનેડિયન પોલીસે ભારતના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અર્શ ડાલાની ધરપકડ કરી છે.

મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર, કેનેડામાં 27-28 નવેમ્બરે થયેલા એક શૂટઆઉટ મામલે અર્શ ડાલાની ધરપકડ કરવામાં આવી છે. હિન્દુઓ પર થયેલા હુમલામાં પણ કેનેડિયન પોલીસ માસ્ટરમાઈન્ડ સહિત ચાર લોકોની ધરપકડ કરી ચૂકી છે. 

આ પણ વાંચોઃકેનેડામાં મંદિર પર હુમલાનો માસ્ટરમાઈન્ડ ઝડપાયો, ખાલિસ્તાની આતંકી 'પન્નુ'નો ખાસ નીકળ્યો 

કેનેડાની પોલીસે તપાસ હાથ ધરી

કેનેડાની હાલ્ટન રીજનલ પોલીસ સર્વિસે મિલ્ટનમાં થયેલા ગોળીબાર કેસમાં તપાસ હાથ ધરી હતી. આ મામલે અર્શ ડાલાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે, ખાલિસ્તાનીઓ દ્વારા કેનેડામાં અવારનવાર દેખાવો અને હુમલાઓ થઈ રહ્યા હોવા છતાં કેનેડાની પોલીસ અને ત્યાંની સરકાર આંખ આડા કાન કરી રહી છે. પરંતુ હાલમાં જ દિવાળી દરમિયાન હિન્દુ મંદિર પર થયેલા હુમલા બાદ વૈશ્વિક સ્તરે અનેક દેશો દ્વારા ટીકાઓ થયા બાદ તેઓ હવે સક્રિયપણે આ મામલે દખલગીરી કરી તપાસ કરી રહ્યા છે. 



અર્શ ડાલા પર ભારત પર અનેક કેસ

ભારતીય સુરક્ષા એજન્સીના જણાવ્યા અનુસાર, ગેંગસ્ટર અર્શ ડાલા પર ભારતમાં અનેક કેસો ચાલી રહ્યા છે. જે ફરાર થયા બાદ કેનેડામાં પોતાની પત્નિ સાથે રહેતો હતો. પંજાબ પોલીસે પણ આજે રવિવારે પંજાબના ફરીદકોટમાંથી તેના બે સાગરીતોની ધરપકડ કરી હતી. આ બંને શૂટર્સે ગેંગસ્ટર અર્શ ડાલાના ઈશારે ગ્વાલિયરમાં જસવંત સિંહ ગિલની હત્યા કરી હતી. તેમજ મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં જસવંત સિંહ ગિલની પણ હત્યા કરી હતી. 

વિશ્વભરમાં ટીકાઓ બાદ કેેનેડા પોલીસ દોડતી થઈ, વધુ એક ખાલિસ્તાની આતંકીની કરી ધરપકડ 2 - image


Google NewsGoogle News