ખાલિસ્તાની આતંકી પન્નુની ધમકી, 19 નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી કરનારા લોકોને ચેતવ્યાં
19 નવેમ્બરે વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવાની છે
દિલ્હીમાં IGI એરપોર્ટનું નામ બદલવાની આપી ધમકી
khalistani pannu viral video | ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે 19 નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી કરવાની યોજના બનાવી રહેલા લોકોને ધમકી આપી છે. પન્નુએ કહ્યું કે જો તે આવું કરશે તો તેમનો જીવ જોખમમાં મુકાશે. ખાલિસ્તાની આતંકવાદીએ કહ્યું કે આ એ જ દિવસે છે જ્યારે ક્રિકેટ વર્લ્ડ કપની (World cup 2023) ફાઈનલ મેચ યોજાશે.
વીડિયો શેર કરી આપી ધમકી
સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરતી વખતે પન્નુએ કહ્યું કે અમે શીખ લોકોને 19 નવેમ્બરે એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી ન કરવા ચેતવીએ છીએ. આ વૈશ્વિક નાકાબંધી હશે. તેણે કહ્યું કે 19મી નવેમ્બરે એર ઈન્ડિયામાં મુસાફરી ન કરશો, નહીં તો તમારો જીવ જોખમમાં મુકાઈ જશે. પન્નુએ વધુમાં દાવો કર્યો કે દિલ્હીનું ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ (IGI) એરપોર્ટ 19 નવેમ્બરે બંધ રહેશે અને તેનું નામ બદલવામાં આવશે.
પ્રતિબંધિત સંગઠનનો પ્રમુખ છે પન્નુ
અમેરિકામાં આવેલું પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા પન્નુએ 10 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઈઝરાયેલ-પેલેસ્ટાઈન યુદ્ધમાંથી શીખવાની ધમકી આપી હતી જેથી ભારતમાં પણ આવી સ્થિતિ ન સર્જાય. પન્નુએ અગાઉના વીડિયોમાં કહ્યું હતું કે પંજાબથી લઈને પેલેસ્ટાઈન સુધીના ગેરકાયદેસર કબજાના લોકો તેના પર આકરી પ્રતિક્રિયા આપશે, જેનાથી હિંસા થશે. ખાલિસ્તાની આતંકવાદીએ કહ્યું હતું કે તેનું સંગઠન SFJ 'બેલેટ અને વોટ'માં માને છે અને દાવો કર્યો હતો કે "પંજાબની મુક્તિ નિશ્ચિત છે. કેમેરા તરફ ઈશારો કરીને પન્નુ વીડિયોમાં કહે છે કે "ભારત, પસંદગી તમારી છે. બેલેટ કે બુલેટ."