Get The App

ખાલિસ્તાનીઓ નવા ટાર્ગેટ પર! કહ્યું- 'કેનેડા અમારું છે, અહીંના ગોરા ઈંગ્લેન્ડ ચાલ્યાં જાય'

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
ખાલિસ્તાનીઓ નવા ટાર્ગેટ પર! કહ્યું- 'કેનેડા અમારું છે, અહીંના ગોરા ઈંગ્લેન્ડ ચાલ્યાં જાય' 1 - image


Khalistani in Canada: ભારત-કેનેડાના સંબંધોમાં ઝેર ઘોળ્યા બાદ હવે ખાલિસ્તાનીઓએ કેનેડાના લોકોને નિશાનો બનાવવાનું શરૂ કરી દીધું છે. કેનેડાના રસ્તા પર 'નગર કિર્તન'નો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ખાલિસ્તાન સમર્થક તમામ હદ પાર કરતા કેનેડાના લોકોને આક્રમણકારી કહી ઇંગ્લેન્ડ અને યુરોપ પાછા જવાની વાત કરતા જોવા મળી રહ્યાં છે. સરઘસમાં કેમેરાની પાછળથી એક વ્યક્તિને કહેતા સાંભળી શકાય કે, 'આ કેનેડા છે. આ અમારો દેશ છે. તમે બધાં પાછા જાવ.' વળી ભારતીય સૂત્રોએ હાલની સ્થિતિમાં કેનેડામાં આવી ઘટનાને સામાન્ય જણાવતા કહ્યું કે, ખાલિસ્તાની ધીમે-ધીમે દેશના દરેક પાસા પર કબ્જો કરી રહ્યા છે. 

સોશિયલ મીડિયા પર આ વીડિયો પોસ્ટ કરતાં એક સ્થાનિક નાગરિકે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું, 'ખાલિસ્તાની સર્વેમાં સરઘસ કાઢે છે અને દાવો કરે છે કે, અમે કેનેડાના માલિક છીએ અને ગોરા લોકોએ યુરોપ અને ઈઝરાયલ પાછા જતા રહેવું જોઈએ. શું અમે આ લોકોને પોતાની વિદેશ નીતિ બનાવવાનો અધિકાર આપ્યો છે?' વીડિયોને ચાર લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે અને કેનેડાના લોકો તેના પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'ગુડ લક કેનેડા. એક કહેત છે ને આસ્તીન કા સાપ...' વળી એક અન્ય યુઝરે લખ્યું, 'હવે આમને રોકવું અશક્ય છે. સર્વે વેસ્ટ ખાલિસ્તાન બની જશે અને જલ્દી ગુરુપતવંત પન્નૂ વેસ્ટ ખાલિસ્તાનનો વડાપ્રધાન બનશે.'

આ પણ વાંચોઃ ટ્રમ્પની જીત બાદ અમેરિકામાં ગર્ભનિરોધક દવા માટે પડાપડી: વેચાણમાં 1000 ટકાનો વધારો, સ્ટોક ખતમ

'સ્થાનિક લોકો માટે વધતું જોખમ'

ભારતીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કડક સુરક્ષાના અભાવે ખાલિસ્તાનીઓ સ્થાનિક કેનેડિયનને પણ નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. હિન્દુઓ પાસેથી સુરક્ષા માટે પૈસાની માગણી કરવામાં આવી રહી છે અને હવે તેમની વસાહતોમાં પણ સ્થાનિક લોકો માટે જોખમ છે." કેનેડાના મંદિરોમાં હિન્દુઓ પર હિંસક હુમલાની ઘટનાઓમાં સામે આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક નિવેદન બહાર પાડ્યું છે. ગુપ્તચર અને સરકારી એજન્સીઓનું માનવું છે કે ટ્રુડો આગામી વર્ષની ચૂંટણીમાં સાંસદ જગમીત સિંહનું સમર્થન સુનિશ્ચિત કરવા માટે ખાલિસ્તાનીઓને સમર્થન આપી રહ્યા છે, કારણકે તેમની લોકપ્રિયતા રેન્કિંગમાં પણ ઘટાડો નોંધાયો છે અને તે પોતાની સરકાર બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. 

આ પણ વાંચોઃ મારા શરીરમાં ફેરફાર થયો છે, પરંતુ વજન નથી ઘટ્યું: ખરાબ તબિયત મુદ્દે સુનિતા વિલિયમ્સે અંતરિક્ષથી આપ્યો જવાબ

ટ્રુડોનો સ્વાર્થ

નોંધનીય છે કે, ગયા વર્ષે કેનેડાએ ભારત પર ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ ભારત અને કેનેડાના સંબંધો ખરાબ થતાં જોવા મળ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ દાવો કર્યો હતો કે, જૂન 2023ની હત્યામાં કેનેડિયન પોલીસ ભારતીય એજન્ટો અને ભારત સરકારની સીધી સંડોવણીના આરોપોની તપાસ કરી રહી છે. આ ઘટના બાદ બંને દેશોએ એકબીજાના રાજદૂતોને પોતાના દેશમાંથી કાઢી મૂક્યા છે. ભારતે કેનેડાના આરોપને નકારતા જણાવ્યું કે, જસ્ટિન ટ્રુડો પર ખાલિસ્તાનીઓને આશ્રય આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. જે માત્ર ભારત વિરૂદ્ધ કાવતરૂ કરી રહ્યા છે, તેમજ કેનેડાની ધરતી પર હિન્દુઓ પર હુમલો પણ કરી રહ્યા છે. 



Google NewsGoogle News