ખાલિસ્તાની ત્રાસવાદીઓ કેનેડાની ગૂઢ મિલ્કત છે : સંજય વર્મા
- ભારતના રાજદૂત કેનેડાનો પર્દાફાશ કરે છે
- જસ્ટિન ટ્રુડોની સરકારે હંમેશાં ખાલિસ્તાની ત્રાસવાદીઓને સાથ આપ્યા જ કર્યો છે
નવી દિલ્હી : હરદીપ સિંઘ નિજ્જરની હત્યા અંગે જેઓને ધ્યાનમાં રાખવા જેવી વ્યકિત જણાવ્યા પછી ભારત સરકારે સંજય વર્માને પાછા બોલાવી લીધા છે. દિલ્હી સ્થિત આ રાજદ્વારીએ કેનેડાની સી-ટીવી ન્યૂઝ ચેનલને આપેલી મુલાકાતમાં કેનેડા ઉપર વળતા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે વાસ્તવમાં ખાલિસ્તાની ત્રાસવાદીઓ કેનેડા સરકારની ગૂઢ મિલ્કત છે. તેથી તો તે તેને સતત અને એકધારી સહાય કરી રહી છે.
તેઓએ કહ્યું કે હું તે પણ જાણું છું કે કેટલાક ખાલિસ્તાની ત્રાસવાદીઓ કેનેડીયન સિક્રેટ ઇન્ટેલિજન્સ સર્વિસ (સીએસઆઈએસ)ને માટે ગૂઢ મિલ્કત રૂપ છે. સાથે તે પણ સ્પષ્ટતા કરી દઉં છું કે તે માટે કોઈ પુરાવા આપવાની જરૂર પણ નથી.
કેનેડાની સરકારે એવો આક્ષેપ મુકયો હતો કે ખાલિસ્તાની અલગતાવાદી નિજ્જરની હત્યામાં ભારતના એજન્ટસ સંડોવાયેલા છે.
કેનેડાના આ આક્ષેપોને ભારતે અર્થહીન અને નકામા કહી ફગાવી દીધા છે. આ સાથે તે પણ ઉલ્લેખનીય છે કે, જસ્ટિન ટ્રુડોને જ ગત સપ્તાહે જણાવ્યું હતું કે તેમના ભારત ઉપરના આક્ષેપો નક્કર પુરાવા આધીન નથી તે તેને મળેલી જાસૂસી માહિતીના આધારે કરવામાં આવ્યા હતા.
ટ્રુડોની આ સ્વીકૃત પછી ભારતનું વિદેશ મંત્રાલય ટ્રુડો ઉપર તૂટી જ પડયું હતું.