....તો આ કારણે બાંગ્લાદેશમાં સ્થિતિ બગડી રહી છે, ખાલિદા જિયાની પાર્ટીના નેતાનો ઘટસ્ફોટ
Image : IANS |
Bangladesh crisis: બાંગ્લાદેશમાં રાજકીય અશાંતિ અને શેખ હસીના (Sheikh Hasina)ના રાજીનામા બાદ નોબેલ પુરસ્કાર વિજેતા મોહમ્મદ યૂનુસ (Muhammad Yunus)ને વચગાળાની સરકારના વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં ઉગ્ર દેખાવને કારણે પરિસ્થિતિ બેકાબુ બની ગઈ હતી અને તત્કાલીન વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપીને ભારત આવી ગયા હતા. ત્યારે ખાલિદા જિયાની પાર્ટીના નેતાએ ભારતને લઈને મોટો ઘટસ્ફોટ કર્યો છે.
આ કારણે સ્થિતિ બગડે તે સ્વાભાવિક : BNP નેતા
બાંગ્લાદેશના પૂર્વ પીએમ ખાલિદા ઝિયા (Khaleda Zia)ની બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (Bangladesh Nationalist Party)ના નેતા ખંદકાર મોશર્રફ હુસૈને ( Khandaker Mosharraf Hossain) કહ્યું કે, 'ભારત-બાંગ્લાદેશ દ્વિપક્ષીય સંબંધો માત્ર અવામી લીગ (Awami League) પર નિર્ભર નથી. ભારતે પૂર્વ પીએમ શેખ હસીનાને આશ્રય આપ્યો છે, તેના કારણે બાંગ્લાદેશમાં સ્થિતિ બગડે તે સ્વાભાવિક છે.'
બંને દેશો વચ્ચે નવો અધ્યાય શરૂ કરવાનો યોગ્ય સમય
આ ઉપરાંત BNP નેતાએ વધુમાં કહ્યું હતું કે, 'ભારત બાંગ્લાદેશ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને દ્વિપક્ષીય સંબંધોમાં એક નવો અધ્યાય શરૂ કરવાનો આ યોગ્ય સમય છે. તેમજ અમે નરેન્દ્ર મોદી દ્વારા વચગાળાની સરકારના વડાપ્રધાન અભિનંદન મેસેજનું પણ સ્વાગત કરીએ છીએ અને આશા રાખીએ છીએ કે ભારત અવામી લીગ અને શેખ હસીનાને સમર્થન આપવાનું બંધ કરશે, જે મોટા પાયે બળવો કરીને દેશ છોડીને ભાગી ગયા છે.'
આ પણ વાંચો : 'ભારતમાં જલ્દી જ કંઇક મોટું થવાનું છે..', હિંડનબર્ગ રિસર્ચના એલાનથી ફરી ટેન્શન વધ્યું
BNPએ અગાઉ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો
નોંધનીય છેકે ખાલિદા ઝિયાની BNPએ અગાઉ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે શેખ હસીનાના નેતૃત્વમાં બાંગ્લાદેશમાં નિષ્પક્ષ ચૂંટણી થતી નથી. હસીનાના નિરંકુશ શાસનના અંત પછી વચગાળાની સરકાર દેશમાં લોકશાહી પુનઃસ્થાપિત કરશે અને ચૂંટણી પ્રક્રિયાને ઝડપી બનાવશે તેવી આશા પણ વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો : અમેરિકાની ચૂંટણીમાં ગરબડ કરવા 'દુશ્મન' દેશ હરકતમાં, સાઈબર એક્ટિવિટી વધારી